અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાગા બાવા બનીને ફરતા લોકો ધાર્મિક વૃત્તિ ધરાવતા વૃધ્ધોને આશીર્વાદ આપવાનું કહી અને દાગીનાને ફૂંક મારવાનું કહી છેતરતા હોવાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના તાજેતરમાં વાસણા વિસ્તારમાં બની હતી. જેમાં વાસણા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ ગણતરીના દિવસોમાં જ મદારી ગેંગ ના ચાર લોકોને ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ હજુ પહેલી વાર જ આ રીતે વૃદ્ધને લૂંટયા હતા અને ઝડપાઇ ગયા છે. બાકી અનેક લોકોને આશીર્વાદ આપવાનું કહી ૨૦૦ રૂ.થી લઈ ત્રણ ચાર હજાર લઈ નીકળી જતા હોવાની કબૂલાત કરી છે.