February 9, 2025
બિઝનેસ

ઝાટકો / ફરીથી મોટી છટણીની ફિરાકમાં BYJU’S, જઈ શકે છે હજારો લોકોની નોકરી

Layoffs in 2023: એડટેક બાયજૂ (BYJU’S) ટૂંક સમયમાં ખર્ચ ઘટાડવા માટે ઝડપી નિર્ણય લઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કંપની ખોટ ઘટાડવા માટે 1000 કર્મચારીઓની છટણી કરશે. ધ મોર્નિંગ કોન્ટેક્સ્ટનો દાવો છે કે, બાયજૂ (BYJU’S) ની સેલ્સ અને માર્કેટિંગ ટીમને કંપનીના આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન થશે. છેલ્લા ફન્ડિંગ રાઉન્ડમાં તેનું મૂલ્ય 22 અબજ ડોલર હતું.

બાયજૂ (BYJU’S) ના આ સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે કંપનીએ તેની 1.2 અબજ ડોલરના ટર્મ લોન બીના ધિરાણકર્તાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જે તેણે નવેમ્બર 2021 માં યુએસમાં લીધી હતી. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે, જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તે વધુ વ્યાજ ચૂકવશે નહીં.

કંપનીએ શું પગલાં લીધા

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે 1.2 અમેરિકન ડોલરના ટર્મ લોન બી (TLB) ને પડકારવા અને રેડવુડ કેપિટલ મેનેજમેન્ટને અયોગ્ય જાહેર કરવા માટે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરી છે. બાયજુના જણાવ્યા મુજબ, આ યુક્તિઓમાં કંપનીની સંપત્તિ જપ્ત કરવાની ધમકી અને લોનની વહેલી ચુકવણીની માગણીનો સમાવેશ થાય છે.

કંપની પહેલાં પણ કરી ચૂકી છે છટણી

મીડિયા રિપોર્ટ મુજબ, આ વર્ષની શરૂઆતમાં કંપનીએ લગભગ 1,500 કર્મચારીઓની છટણી કરી હતી. બાયજૂ (BYJU’S) એ ખર્ચ અને કામગીરીને ટાંકીને લગભગ 1,500 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. મિન્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બાયજૂ (BYJU’S) ના આ નિર્ણયથી ઘણા વિભાગો પ્રભાવિત થયા છે.

સીઈઓએ કહ્યું હતું નહીં થાય છટણી

બાયજુના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને ઓક્ટોબરમાં કર્મચારીઓને ખાતરી આપી હતી કે નિયોજિત 2,500 કર્મચારીઓની આગળ કોઈ છટણી કરવામાં આવશે નહીં. મે મહિનામાં, બ્લેકરોકે એડટેક પ્રમુખ બાયજુના વેલ્યુએશનમાં 8.29 બિલિયન ડોલરનો ઘટાડો કર્યો હતો.

Related posts

ITR:આવકવેરા વિભાગની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, આવકવેરા ભરનારાઓ માટે માર્ગદર્શિકા જારી

Ahmedabad Samay

1 ઓગસ્ટથી બદલાઈ જશે નાણાકીય દુનિયા સાથે જોડાયેલા મહત્ત્વના નિયમો, જાણો તમારા ખિસ્સા પર તેની કેટલી અસર થશે

Ahmedabad Samay

PhonePeના નામે મોટી સિદ્ધિ, UPI સાથે 2 લાખ RuPay ક્રેડિટ કાર્ડને લિંક કરનાર બની પ્રથમ પેમેન્ટ એપ્લિકેશન

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 66 હજારની નીચે સરક્યો, નિફ્ટી પણ 159 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

રિટેલ કંપની Dunzo માં કર્મચારીઓને સમયસર નથી મળતો પગાર, સામે આવી આ મોટી વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો