મહારાષ્ટ્રના નાસિકમાંથી દોઢસો જેટલા ઊંટને કતલખાનેથી બચાવી લેવાયા પછી, તેમને પદયાત્રા કરીને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે. પાંચ લોકો તમામ ઊંટને ભારે જહેમત ઉઠાવી 700 કરતા વધારે કિલો મીટરનું અંતર કાપી શિરોહી પહોંચાડશે.
ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી અરવલ્લી જિલ્લામાં આ તમામ ઊંટનો કાફલો આવતા, જિલ્લા પોલિસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લા અને ત્યારબાદ રાજસ્થાન સુધી પહોંચડવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી. છેલ્લા વીસ દિવસ કરતા વધારે સમયથી પદયાત્રા કરીને આ તમામ ઊંટને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે.
નાસિકથી નિકળેલા ઊંટના આ ઝૂંડ ગુજરાતમાં પ્રવેશ કરતા જ ગુજરાત પોલિસ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઊંટ સુરક્ષિત રીતે રાજસ્થાનના શિરોહી પાંજરાપોળ સુધી પહોંચી શકે તે માટે પોલિસ એસ્કોર્ટ સાથે સુરક્ષા આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી અરવલ્લી જિલ્લામાં આ તમામ ઊંટનો કાફલો આવતા, જિલ્લા પોલિસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લા અને ત્યારબાદ રાજસ્થાન સુધી પહોંચડવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી. છેલ્લા વીસ દિવસ કરતા વધારે સમયથી પદયાત્રા કરીને આ તમામ ઊંટને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે.
નાસિકના જીલ્લા તંત્રએ સૌ પ્રથમ બચાવ્યા
દેશમાં હવે અબોલ ગૌવંશોની પણ તસ્કરની સાથે સાથે રેતીનું વહાણ ગણાતા ઊંટની તસ્કરી થઈ રહી છે. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર રાજ્યમાં નાસિક શહેરમાં મોટી સંખ્યામાં ઊંટો જોવા મળ્યા હતા.જેને કતલખાના લઈ જવામાં આવતા હોવાની ચર્ચાઓ જાગી હતી. ત્યારબાદ નાસિકના જીલ્લા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પણ આ મુંગા પશુઓ માટે સહાનુભુતિ ભર્યુ પગંલુ લેવામા આવ્યુ હતું. આ ઊંટોની સેવામાં પાજંરાપોળ ચલાવતી સંસ્થાઓ પણ વ્હારે આવી હતી. અને ઊંટોની ત્યા સારવાર કરવામા આવી હતી.
નાસિકથી સિરોહી સુધીની યાત્રા 742 કિલોમીટર સુઘીની સફર
હવામાન માફક ન આવતુ હોવાથી તેને રાજસ્થાન મોકલવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. આ તમામ ઊંટને લઈ જવા માટે પાંચ લોકોની એક ટીમ છે કે, જેઓ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને નાસિકથી સિરોહી સુધીની યાત્રા 742 કિલોમીટર સુઘીની સફર શરૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ઊંટોનો કાફલો જોઈને લોકોએ મોબાઈલમાં ઊંટોની તસવીર કેદ કરી હતી. ઊંટને પાંજરાપોળ સુધી પદયાત્રા કરીને લઈ જતાં રાયકાઓએ જણાવ્યું કે, રસ્તામાં તેઓની તમામ વ્યવસ્થા સ્થાનિક તંત્ર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.
અરવલ્લીના એસપી સંજય ખરાતે કહ્યું કે, ગુજરાતમાં રાજ્યમાં ઊંટ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી સારી રીતે સંરક્ષણ
મહારાષ્ટ્ર નાસિક જિલ્લામાં કતલખાનામાં લઈ જતા નાગરિકોએ પોલીસને જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓ પણ તેમાં જોડાયા હતા અને તેમને બચાવી લેવાયા હતા. આપણા દેશમાં કેટલીક સંસ્થાઓ આ પ્રકારના ઊંટનો ઉછેર કરે છે. શિહોરની સંસ્થા પણ આ રીતે ઊંટને રાખવા માટે તૈયાર છે. ગુજરાતમાં રાજ્યમાં ઊંટ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી સારી રીતે સંરક્ષણ પૂરું પાડ્યું છે. અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને ઊંટ રાજસ્થાન સુધી પહોંચશે. જેમાં અરવલ્લી પોલીસથી પેટ્રોલિંગ પણ મળ્યું છે.