November 13, 2025
બિઝનેસ

ઝાટકો / Go First એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, એરલાઈને 4 જૂન સુધી રદ કરી તમામ ફ્લાઈટ્સ

Go First Crisis: આર્થિક સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ એરલાઇન (GoFirst Airline) ની કટોકટી વધુ ઘેરી બની રહી છે. હવે એરલાઈને તેની ફ્લાઈટ્સ 4 જૂન સુધી રદ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગો ફર્સ્ટ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થવાની ધારણા હતી. એરલાઇનના ભાવિ અંગેની અનિશ્ચિતતા વચ્ચે હવે આ પગલું ભરવામાં આવ્યું છે. ગો ફર્સ્ટ (GoFirst) એ સૌપ્રથમ 3 મેના રોજ તેની ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી. આ તાજેતરની માહિતી પછી સસ્ટી સેવાઓ પ્રદાન કરતી એરલાઇનની ફ્લાઇટ્સ એક મહિના માટે અટકી જશે.

સૌથી પહેલા 2 મે સુધી કરવામાં આવી હતી જાહેરાત

એરલાઇન દ્વારા 2 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, તે 5 મે સુધી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી રહી છે. એરલાઇન વતી, ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ‘અમને જણાવતા દુ:ખ થાય છે કે GoFirst ની નિર્ધારિત ફ્લાઇટ્સ 4 જૂન, 2023 સુધી રદ કરવામાં આવી છે.’ એરલાઇન્સે જણાવ્યું હતું કે, મુસાફરોને તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. એરલાઈન્સ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે.

DGCA તરફથી તૈયારીઓનું ‘ઓડિટ’ કરવામાં આવશે

અગાઉ એવા સમાચાર હતા કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ફ્લાઈટ્સને ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા એરલાઈનની તૈયારીઓનું ‘ઓડિટ’ કરશે. GoFirst દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલી માહિતીમાં પણ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. હાલમાં એરલાઇન સ્વૈચ્છિક નાદારી ઉકેલ પ્રક્રિયા હેઠળ છે. ડીજીસીએ (DGCA) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગો ફર્સ્ટ (GoFirst) ના રેગ્યુલેટરે કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે.

એરલાઈન્સ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘DGCA આગામી દિવસોમાં અમારી તૈયારીઓ તપાસવા માટે ઓડિટ કરશે. એકવાર અમે રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી લીધા પછી, અમે ટૂંક સમયમાં ફરીથી કામગીરી શરૂ કરીશું. GoFirst એ પણ જણાવ્યું હતું કે, સરકારે ઘણો સહકાર આપ્યો છે અને એરલાઇનને શક્ય તેટલી વહેલી તકે કામગીરી શરૂ કરવા જણાવ્યું છે.

Related posts

આગામી 5 વર્ષ સુધી પગાર વગર કામ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે માસ્ટર પ્લાન

Ahmedabad Samay

ક્યાંક 10 લાખ તો ક્યાંક 5000 રૂપિયા, જાણો કયા દેશમાં ચલણમાં છે સૌથી મોટી નોટ

Ahmedabad Samay

શેરબજારની શરૂઆત ઉછાળા સાથે, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર કરી રહ્યા છે ટ્રેડ

Ahmedabad Samay

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

મહિન્દ્રાએ GST ની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર પહેલા જ કારની કિંમતમાં 1.56 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો