August 7, 2026
ગુજરાત

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

કચ્છ, સૌરાષ્ટ્રમાં 15 જૂને આ વાવાઝોડું ટકરાશે ત્યારે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં આ વાવાઝોડાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સતત વાવાઝોડા પર હવામાન વિભાગની નજર છે. અમદાવાદમાં પણ તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. અગાઉ તાઉતે વાવાઝોડાના કારણે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ, વરસાદની સ્થિતિ પેદા થઈ હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે. 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાથી વાવાઝોડું પસાર થશે.  વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં વરસાદ પડશે. વિવિધ દરિયાઈ વિસ્તારોના જિલ્લામાં એનડીઆરએફની ટીમો સજ્જ કરાઈ છે. આ ઉપરાંત કોસ્ટલ એરીયામાં ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

તાઉતે વાવાઝોડું ગુજરાતમાં આવ્યું હતું ત્યારે અગાઉ અમદાવાદમાં પણ તેની અસર સર્જાઈ હતી. આ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. મુંબઈથી 540 કિમી અને પોરબંદરથી 360 કિમી આ વાવાઝોડું દૂર છે. આ ઉપરાંત દ્વારકાથી 400 કિમી અને નલિયાથી 490 કિમી દૂર છે. કરાંચીથી 660 કિમી દૂર છે. વાવાઝોડાની ગતિ વધઘટ થઈ રહી છે. અગાઉ 11 કિમીની પ્રતિ ઝડપે, 9 કિમી પ્રતિ ઝડપે જોવા મળતું હતું પરંતુ હાલ 5 કિમી પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આવશે ત્યારે 100 કિમી ઉપરથી વધુ પ્રતિ કલાક દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે અમદાવાદમાં પણ પવનની ગતિ તેજ બનશે.

Related posts

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી પગલે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક અને ગાર્ડન બંધ રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો