દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય વાવાઝોડું છે ત્યારે એ પહેલા જ 1,100 પરીવારોને નીચાણવાળા વિસ્તારમાંથી તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. 138 સગર્ભા બહેનોનું લિસ્ટ તૈયાર કરીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
દેવભૂમી દ્વારકામાં ગઈકાલથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી ગયા છે. તમામ પ્રકારની તૈયારીઓ વાવાઝોડાના ખતરા સામે થઈ શકે તે હેતુથી તેમને તંત્રને કેટલાક જરુરી સૂચનો આપ્યા છે. આ સાથે દ્વારકા કાંઠાના નીચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા છે.
હર્ષ સંઘવીએ કહી આ વાત
હાલ જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેને લઈને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મોડી રાત્રે ગૃહ મંત્રી દ્વારકા પહોંચ્યા હતા અને તેમને કમાન્ડ સંભાળી છે. આ દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દરિયાકિનારેથી જીરોથી 5 કિમી સુધીના 38 ગામડાઓ તેમજ 5 કિમીથી 10 કિમી સુધીના 44 ગામડાઓ, જ્યાં જિલ્લામાં ક્યાંકને ક્યાંક સાવધાની રાખવા જેવા ગામડાઓ છે. જ્યાં નિચાણવાળા વિસ્તારમાંથી 4,100 પરીવારમાંથી 1100 પરીવારનું સ્થળાંતરણ કરી લેવામાં આવ્યું છે.
138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા
સૌ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. સાંજે 7 વાગ્યા સુધી બધા જ ફિલ્ડમાં હતા એ પહેલા કામગિરી કોને શું કરવી તે નક્કી કરી લેવામાં આવી છે. આફતમાં અનેક એવા પ્રશ્નો હોય છે જેના પર ધ્યાન આપવું પડે છે. સગર્ભા બહેનોની યાદી તૈયાર કરીને તમામ બહેનોને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લઈ જઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એ સહીતનું તમામ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. 138 બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે.
ઝડપથી પવન ફૂંકાવાનો હોય ત્યારે ઈલેક્ટ્રિકના થાંભલાઓ, ઝાડ પડી શકે છે. કામ કરવા માટેની ટીમ, તેમજ કયા રુટ પર કોણ અધિકારી હાજર રહેશે તે પણ તૈયારી કરાઈ છે. સામાન્ય નાગરિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરે અને ન વાત કરી શકે તે માટે દુવિધામાં રહેતી હોય છે. જેથી ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સુધી તમામ જાણકારી પહોંચે તેની વ્યવસ્થા કરાઈ છે. દ્વારકાના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે કામગિરી થશે.
16 તારીખ સુધી દ્વારકામાં પ્રવાસ કરવાનું ટાળજો – ગૃહ મંત્રી
ફિલ્ડમાં રહીને કામગિરી કરીશું. વીડિયોના માધ્યમથી ચર્ચા કરીશું. ફિલ્ડ પર સેવામાં સામાજિક સંસ્થા કે, ભાજપની ટીમ વગેરેને સાથે રાખીને કામગિરી કરી તકલીફો સામે કામગિરી કરીશું. સસ્તા અનાજની દુકાનો પર લોકોને તકલીફ ના પડે તે માટે પોલીસને કેટલીક સૂચનાઓ આપી છે. નાગરીકોના સહયોગની જરુર તમામ વ્યવસ્થામાં છે. 16 તારીખ સુધી દ્વારકા ખાતે પ્રવાસ કરવાનું ટાળજો. શિવરાજપુર બ્રિજ બંધ છે. વહીવહટી તંત્ર દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે તેનું પાલન ચોક્કસથી લોકો કરે તેવી મારી વિનંતી છે.