પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ દિલ્હીથી સીધા રાજકોટ પહોંચશે. ગુજરાતમાં બે દિવસ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે. ખાસ કરીને પ્રથમ દિવસના પ્રવાસની શરુઆત રાજકોટથી થશે જ્યાં તેઓ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. રાજકોટ રેસકોર્સમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. ગાંધીનગરમાં ગુજરાતના પ્રધાન મંડળ સાથે લંચ કરશે. પ્રધાનમંડળમાં સામેલ મંત્રીઓના ક્લાસ તેઓ લેશે. કેમ કે, પીએમની ગાંધીનગર મુલાકાતની આ મહત્વની બેઠક રહેશે.
આજના દિવસનો પીએમનો આ રહેશે કાર્યક્રમ
– હીરાસર એરપોર્ટ પર 3.10 કલાકે પહોંચશે.
– ટર્મિનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરશે
– 3.30 કલાકે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે.
– 3.45 કલાકે રાજકોટ સભા સ્થળ પર પહોંચવા નિકળશે.
– 4.15 રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી સભાને સંબોધશે
– 5.30 રાડજકોટથી અમદાવાદ પહોંચશે
– 6.30 કલાકે અમદાવાદ પહોંચશે
– 7.30 કલાકે ગાંધીનગરમાં સીએમ સહીત પ્રધાન મંડળ સાથે કરશે બેઠક
આજે સાંજે ગાંધીનગરમાં ડીનર ડીપ્લોમસી
સીએમ સહીતના અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમની સાથે ડીનર ડીપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ભાજપના મંત્રીઓ, સાંસદ, પક્ષના હોદ્દેદારો વગેરે સામેલ થશે. આ બેઠકમાં કેટલીક જરુરી બાબતો શેર કરશે.