હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી ધનની કમી નથી રહેતી અને વ્યક્તિને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. આવી સ્થિતિમાં મા લક્ષ્મીની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. એમ તો દરેક હિંદુના ઘરમાં માતા લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ હોય જ છે. પણ વાસ્તુમાં દર્શાવેલ નિયમો અનુસાર જો ઘરમાં મા લક્ષ્મીની તસવીર લગાવવામાં આવે તો મા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીની કેવી તસવીર લગાવવી જોઈએ –
ઘરમાં મા લક્ષ્મીનો ફોટો આ રીતે લગાવો
ઐરાવત હાથી સાથે મા લક્ષ્મીનો ફોટો –
શાસ્ત્રો અનુસાર, ઘરમાં ઐરાવત હાથી સાથે મા લક્ષ્મીનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન પ્રાપ્તિ માટે તમારે ઘરમાં મા લક્ષ્મીની ઐરાવત હાથી વાળી તસવીર લગાવવી જોઈએ. તસવીરમાં જો હાથીએ કળશને પોતાની સૂંઢ પર ઉઠાવીને રાખ્યો હતો તો એ વધુ શુભ માનવામાં આવે છે.
ગજલક્ષ્મીની તસવીર –
હાથી પર સવારી કરતી મા લક્ષ્મીને ગજલક્ષ્મી કહેવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે ઘરમાં હાથી પર સવારી કરતી દેવી લક્ષ્મીની તસવીર એટલે કે ગજલક્ષ્મીની તસ્વીર લગાવવી જોઈએ. આવી તસવીર ઘરમાં લગાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ગજલક્ષ્મીની તસવીર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં ગજલક્ષ્મીની તસવીર રાખવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
કમળના ફૂલ પર બિરાજમાન મા લક્ષ્મીની તસવીર –
તમારે ઘરમાં મા લક્ષ્મીની એવી તસવીર લગાવવી જોઈએ કે જેમાં મા લક્ષ્મી કમળના ફૂલ પર બિરાજમાન હોય. ઘરમાં આવી તસવીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. કમળના ફૂલ પર બિરાજમાન મા લક્ષ્મીની તસવીર ચિત્ર લગાવવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે.