ભાવનગરમાં સાત નદીઓના નીર અને ૧૦૮ કુવાના નીરથી ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરાયો ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે. આજે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રવિવારના રોજ સવારે સુભાષનગર મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને કેસર, ચંદન અને પંચામૃત તથા સાત નદીઓના નીર તથા ૧૦૮ કુવાના જળ થી જળાભિષેક કરવામાં આવ્યો હતો.આગામી તા.૨૦ જૂનને મંગળવારના રોજ ભગવાન જગન્નાથજીની ૩૮મી રથયાત્રા ભાવનગરમાં નીકળશે, સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરએથી આ રથયાત્રાનું પ્રસ્થાન ભાવનગરના નેક નામદાર મહારાજાના હસ્તે કરવામાં આવશે. જે શહેરના૧૭.૫ કિલોમીટરના રૂટ ઉપર ફરશે ભાવનગરવાસીઓ આસ્થાભેર ઠેરઠેર સ્વાગત જયા કરશે, અને રાત્રીના ૧૦ કલાકે નીજ મંદિર ખાતે પરત ફરશે.દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા ૩૮ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સ્વ.શ્રી ભીખુભાઈ ભટ્ટ દ્વારા પેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે. જેમાં રથયાત્રાની ધજા બનાવવાનું કાર્ય આજથી શરૂ કરવા માં આવ્યું. શહેરભરમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે, અને આ હોર્ડિંગ્સને ક્રેનની મદદથી ઉભા કરવામાં આવી રહ્યા છે, રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રથયાત્રા સમિતિના અધ્યક્ષ હભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સામાન ને વન ના ગાન નદીઓના નીર તથા ૧૦૮ કુવા ના જળ થી જળાભિષેક કરવામાં આવ્યો હતો, અને આગભગવાનને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આજે સવારે મંદિર ખાતે યોજાયેલ જળાભિષેક કાર્યક્રમમાં રથયાત્રા સમિતિના ચેરમેન હરૂભાઈ ગોંડલીયા, તેમજ વિવિધ સંગઠનના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં હાજર કરના