March 25, 2025
બિઝનેસ

Business: જૂની પેન્શન સ્કીમની પુનઃસ્થાપના પર નવું અપડેટ, હવે રેલવે કર્મચારીઓ કરશે આ કામ!

જૂની પેન્શન સ્કીમને લઈને ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. ઘણા સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની હિમાયત કરી રહ્યા છે અને જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવા માટે દેશના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન પણ થઈ રહ્યા છે. દરમિયાન નવી પેન્શન યોજના સામે પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. હવે પેન્શન સ્કીમને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કર્મચારીઓ સતત કેન્દ્ર સરકાર પાસે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માગ કરી રહ્યા છે.

રેલવે કર્મચારીઓના સંગઠનો NFIR, URMU અને અન્ય ફેડરેશન નવી પેન્શન યોજના (NPS) વિરુદ્ધ એકસાથે રેલી કરવા જઈ રહ્યા છે. આ રેલીની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. રેલવે કર્મચારીઓના સંગઠનો 10 ઓગસ્ટે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી કરશે. આ દરમિયાન દેશભરની અન્ય સંસ્થાઓના કર્મચારીઓ પણ ભાગ લેશે.

નવી પેન્શન યોજના સામે રેલી

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન (NFIR)ના જનરલ સેક્રેટરી એમ રઘુવૈયા અને નોર્ધન રેલવે મજદૂર યુનિયન (URMU)ના જનરલ સેક્રેટરી બીસી શર્માએ જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટના રોજ રામલીલા મેદાન ખાતે વિવિધ ફેડરેશન/એસોસિએશનની સાથે નવી પેન્શન યોજના વિરુદ્ધ રેલીનું આયોજન રેલવે કર્મચારીઓ સહિત કરવામાં આવશે. આ રેલીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો અને સંરક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ, ડૉક્ટરો, શિક્ષકો વગેરે આમાં ભાગ લેશે.

જૂની પેન્શન યોજના

એક નિવેદન અનુસાર, બંને નેતાઓએ કહ્યું, “અમારી માંગ છે કે જે જૂની પેન્શન લાવશે તેને જ મત મળશે.” જે પણ પક્ષ આ મુદ્દાને તેના ઢંઢેરામાં લાવશે, અમે તે પક્ષને સમર્થન આપીશું.” રઘુવૈયાએ ​​કહ્યું કે ,રામલીલા મેદાનમાં વિવિધ ફેડરેશન/એસોસિએશન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં દેશભરના રેલવે કર્મચારીઓ ભાગ લેશે. આ પ્રસંગે સંયુક્ત મંચ દ્વારા ભવિષ્યમાં એનપીએસ સામે અને ઓપીએસની પુનઃસ્થાપના માટે ઉગ્ર સંઘર્ષનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.

Related posts

ટ્વિટરને X નામ આપવા બદલ ઇલોન મસ્કને કાનૂની કાર્યવાહીનો કરવો પડી શકે છે સામનો! જાણો શું છે સમગ્ર મામલો

Ahmedabad Samay

મોદી સરકાર માટે વધુ એક ખુશખબર: રેકોર્ડ લેવલ પર જીએસટી કલેક્શન, જાણો વધીને કેટલું થયું

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

અદાણીના સામ્રાજ્‍ય હચમચી ગયું,સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Ahmedabad Samay

ભારતમાં સસ્તુ થયું સોનું, ખરીદતા પહેલા જાણી લો નવી કિંમત

Ahmedabad Samay

ઝાટકો / Go First એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, એરલાઈને 4 જૂન સુધી રદ કરી તમામ ફ્લાઈટ્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો