અમદાવાદમાં ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત ચાલી રહેલી ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર તેમજ ગફલ ભરી રીતે સ્પીડમાં વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા 15 દિવસમાં 9612 લોકો સામે નિયમ ભંગ કરવા બદલ કેસ કરવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં 30 લાખ રુપિયાનો દંડ ફટકારાયો છે. જેથી એવરેજ આંક માંડીએ તો એક દિવસમાં 2 લાખ દંડ ફટકરાવવામાં આવી રહ્યો છે.
તે છતાં પણ ટ્રાફિકના નિયમોને કેટલાક લોકો હજૂ પણ અનુસરતા નથી અને રોડને રેસિંગ ટ્રેક સમજીનેટ વાહનો ચલાવાય છે. જેના વીડિયો પણ સામે આવી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.
ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝૂંબેશ તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ શરુ કરવામાં આવી છે. જેમાં દરરોજ આ કાર્યવાહી અંતર્ગત ટ્રાફિક પોલીસ ઉપરાંત પોલસી જવાનોને પણ નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવા અને કેસ ચલાવવાની પરમિશન આપી હોવાથી કેસોકરવા ઉપરાંત 5 હજારથી વધુ વાહનો ડિટેઈન કરાયા છે.
ખાસ કરીને મોડી રાત્રે બેફામ રીતે વાહનો ચલાવવા, ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો સામે આવી રહ્યા છે માટે શહેરના 250 જેટલા પોઈન્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. જેમાં ટ્રાફિકના નિયમો અંતર્ગત આ ઝૂંબેશ આગામી સમયમાં પણ ચાલું રહેશે.