ટેક જગતની બે મોટી હસ્તીઓ એલન મસ્ક અને માર્ક ઝકરબર્ગ વચ્ચે બોક્સિંગ ફાઇટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી બંને વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ‘મેટા’ એટલે કે ફેસબુક કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે ફરી એકવાર ‘X’ એટલે કે ટ્વિટર કંપનીના માલિક એલન મસ્કને લડાઈનો પડકાર ફેંક્યો છે. ઝકરબર્ગે કહ્યું કે તમે જ્યાં કહેશો ત્યાં લડવા માટે આવવા તૈયાર છે. આ અંગે એલન મસ્કે પણ જવાબ આપ્યો છે. વાસ્તવમાં, જ્યાં, ‘X’ના માલિકે ઝકરબર્ગ પર ચેલેન્જ ન સ્વીકારવાનો આરોપ લગાવ્યો. ત્યાં મેટાના માલિકે મસ્કને લડાઈ માટે તેમની પસંદગીની જગ્યા જણાવવા કહ્યું છે. આના પર એલન મસ્કે કહ્યું કે તે ક્યાંય લડવા માટે તૈયાર નથી. હાલમાં જ બંને વચ્ચેની લડાઈના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. એલન મસ્ક અને માર્ક ઝકરબર્ગ વચ્ચેની રિંગમાં ફાઇટ જોવી ખૂબ જ રોમાંચક રહેશે તેવી અપેક્ષા છે. જોકે, લડાઈને લઈને બંને વચ્ચે સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે.
તાજેતરના એપિસોડમાં, માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પર મસ્કનું એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં તેને પડકાર આપવામાં આવ્યો હતો. એવો પણ આરોપ લગાવ્યો હતો કે મેટા એટલે કે ફેસબુકના માલિક લડાઈ માટે તૈયાર નથી. આના જવાબમાં તેમણે કહ્યું કે ‘ક્યાં લડવું છે, એના માટે જગ્યા બતાવો.’
કેજ ફાઇટને લઈને લઈને ઉત્તેજના
છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયામાં મસ્ક અને ઝકરબર્ગની લડાઈની ચર્ચા થઈ રહી છે. દરેક વ્યક્તિ માત્ર એ જાણવા માંગે છે કે મસ્ક અને ઝકરબર્ગ વચ્ચે કેજ ફાઇટ ક્યારે થશે. તેના પર માર્ક ઝકરબર્ગે આ ફાઇટ માટે 26 ઓગસ્ટની તારીખ રાખવાની સલાહ આપી હતી. આ ફાઇટને લઈને બંને દિગ્ગજો વચ્ચે સોશિયલ મીડિયામાં હજુ પણ શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે.
કેજ ફાઈટ માટે આપ્યો હતો ખુલ્લો પડકાર
જણાવી દઈએ કે એલન મસ્ક તરફથી કેજ ફાઈટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. માર્ક ઝકરબર્ગે પણ એલન મસ્કની આ ચેલેન્જને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્વીકારી હતી. તાજેતરમાં, ઝકરબર્ગે તેની એક ઇન્સ્ટા સ્ટોરીમાં ખુલાસો કર્યો હતો કે તે Jiu jitsu માટે લિજેન્ડ પ્લેયર મિકી મુસુમેસી પાસેથી લડાઈની તકનીકો શીખી રહ્યા છે. જ્યારે એલન મસ્કને આ વાતની ખબર પડી તો તેમણે ઝકરબર્ગને કેજ ફાઈટ માટે ખુલ્લો પડકાર આપ્યો હતો. એલન મસ્કની ચેલેન્જ પર, એક ટ્વિટર યુઝરે મસ્કને ઝકરબર્ગથી સાવચેત રહેવાની ચેતવણી આપી હતી કારણ કે તે Jiu jitsu શીખી રહ્યા છે.