October 23, 2026
મનોરંજન

‘ The Railway Man’ ૧૮ નવેમ્‍બરે રિલીઝ થનાર વેબસિરીઝ માં દેખાશે ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન

ઈરફાન બાદ તેમના પુત્ર બાબિલ ખાન અભિનયની શરૂઆત કરી રહ્યાં છે. તેમનો ડેબ્‍યૂ થઈ ચૂક્‍યો છે અને હવે તેમની અપકમિંગ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરીઝ ભોપાલ ગેસ અટેક અને રેલ્‍વેને લઈને સત્‍ય ઘટના પર આધારિત છે.

આજનાં સમય આપણે ટેકનીકલ રૂપે ભલે ગમે તેટલા આગળ પહોંચી ગયાં હોઈએ પણ આજે પણ દેશમાં રેલ્‍વે દુર્ઘટનાઓ સતત બનતી રહે છે. હવે એક એવી જ રેલ દુર્ઘટના પર વેબ સીરીઝ બનાવવામાં આવી છે. આ વેબ સીરીઝનું નામ છે ધ રેલ્‍વે મેન. આ એક મલ્‍ટીસ્‍ટારર વેબસીરીઝ છે જેમાં ઘણાં કલાકાર એકસાથે કામ કરતાં દેખાઈ રહ્યાં છે. બાબિલ ખાને પણ ટ્રેલરનો વીડિયો શેર કર્યો છે.

બાબિલ ખાને વીડિયો શેર કરતાં લખ્‍યું કે જયારે એક ભયાનક દુર્ઘટના માટે કેટલાક લોકોએ પોતાનાં બલિદાન અને મજબૂતીનો પરિચય આપ્‍યો. ૪ એપિસોડની સીરીઝ ‘ The Railway Man’ ૧૮ નવેમ્‍બરનાં નેટફિલક્‍સ પર રિલીઝ થઈ રહી છે. વેબ સીરીઝનું ટ્રેલર ફેન્‍સને પસંદ આવી રહ્યું છે અને લોકો રિએક્‍ટ પણ કરી રહ્યાં છે.

આ વેબસીરીઝની સ્‍ટારકાસ્‍ટ ઘણી મોટી છે. તેમાં આર. માધવન અને કે.કે.મેનન સહિત દેવ્‍યેંદુ શર્મા અને દેંબ્‍યેદુ ભટ્ટાચાર્ય જેવા સ્‍ટાર્સ છે. આ ફિલ્‍મમાં જૂહી ચાવલા પણ  જોવા મળશે. મંદિરા બેદી અને રઘુવીર યાદવ પણ આ ફિલ્‍મો હિસ્‍સો છે.

Related posts

રાજેશ ખન્નાનું વસિયતનામું, પત્ની ડિમ્પલે મિનિટોમાં જ બીજા કોઈને બનાવી દીધા કરોડોની સંપત્તિની વારસ

Ahmedabad Samay

‘તાલી’થી લઈને ‘ગન્સ એન્ડ ગુલાબ’ સુધી, વીકએન્ડ રહેશે મનોરંજનથી ભરપૂર

Ahmedabad Samay

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

૨૦૨૬માં શકીરાની ટીમ તેના કોન્‍સર્ટ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવશે

Ahmedabad Samay

સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો