ઈરફાન બાદ તેમના પુત્ર બાબિલ ખાન અભિનયની શરૂઆત કરી રહ્યાં છે. તેમનો ડેબ્યૂ થઈ ચૂક્યો છે અને હવે તેમની અપકમિંગ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરીઝ ભોપાલ ગેસ અટેક અને રેલ્વેને લઈને સત્ય ઘટના પર આધારિત છે.
આજનાં સમય આપણે ટેકનીકલ રૂપે ભલે ગમે તેટલા આગળ પહોંચી ગયાં હોઈએ પણ આજે પણ દેશમાં રેલ્વે દુર્ઘટનાઓ સતત બનતી રહે છે. હવે એક એવી જ રેલ દુર્ઘટના પર વેબ સીરીઝ બનાવવામાં આવી છે. આ વેબ સીરીઝનું નામ છે ધ રેલ્વે મેન. આ એક મલ્ટીસ્ટારર વેબસીરીઝ છે જેમાં ઘણાં કલાકાર એકસાથે કામ કરતાં દેખાઈ રહ્યાં છે. બાબિલ ખાને પણ ટ્રેલરનો વીડિયો શેર કર્યો છે.
બાબિલ ખાને વીડિયો શેર કરતાં લખ્યું કે જયારે એક ભયાનક દુર્ઘટના માટે કેટલાક લોકોએ પોતાનાં બલિદાન અને મજબૂતીનો પરિચય આપ્યો. ૪ એપિસોડની સીરીઝ ‘ The Railway Man’ ૧૮ નવેમ્બરનાં નેટફિલક્સ પર રિલીઝ થઈ રહી છે. વેબ સીરીઝનું ટ્રેલર ફેન્સને પસંદ આવી રહ્યું છે અને લોકો રિએક્ટ પણ કરી રહ્યાં છે.
આ વેબસીરીઝની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે. તેમાં આર. માધવન અને કે.કે.મેનન સહિત દેવ્યેંદુ શર્મા અને દેંબ્યેદુ ભટ્ટાચાર્ય જેવા સ્ટાર્સ છે. આ ફિલ્મમાં જૂહી ચાવલા પણ જોવા મળશે. મંદિરા બેદી અને રઘુવીર યાદવ પણ આ ફિલ્મો હિસ્સો છે.