November 17, 2025
ગુજરાત

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતા મુકેશ ઋષિ અને તેમના પુત્ર રાઘવ ઋષિએ સ્ટાર રિપોર્ટ મેગેઝિનના કાર્યાલયમાં સદિચ્છા મુલાકાત લીધી હતી અને આ અવસર પર તેઓએ 17 માં વ્યંગ ચિત્ર મોદી રાજ મેં હાર્દિક પર હૃદયસ્પર્શી વાત રજૂ કરતા તેઓએ કહ્યું હતું કે જો તમે એક એક વ્યંગચિત્ર ધ્યાનથી જોશો તો દરેક કાર્ટૂન તમને એક વાત કહેતું હોય તેવું લાગી રહ્યું છે.

ભારતનો અમૃતકાળ ચાલી રહ્યો છે. અમૃત મહોત્સવના આ અવસરે ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યોએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે.
તેમની આ 75 કૃતિઓમાંથી, વ્યંગકાર રાજ પાટીલ દ્વારા પ્રકાશિત કરાયેલ સ્ટાર રિપોર્ટ એડિટર-ઈન-ચીફ હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં હાર્દિક વ્યંગ ચિત્ર મોદી રાજ મેં હાર્દિક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
ભારતીય સિનેમા જગત ના અભિનેતા મુકેશ ઋષિના હસ્તે સ્ટાર રિપોર્ટ મેગેઝિનના કાર્યાલયમાં મોદી રાજ માં હાર્દિક ૧૭ મું ‌વ્યંગ ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સ્ટાર રિપોર્ટ એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાએ મુકેશ ઋષિ અને રાઘવ ઋષિને ત્રિરંગા દુપટ્ટા, સુવર્ણ પુષ્પ, કાર્ટૂન ટ્રોફી અને સ્ટાર રિપોર્ટ મેગેઝિનથી સન્માનિત કર્યા હતા. વ્યંગચિત્ર  મોદી રાજ માં હાર્દિક પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ‘આ વ્યંગચિત્ર વડાપ્રધાન મોદીજીના સફળ કાર્યોને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે, એટલું જ નહીં, જો આ કાર્ટૂનને ધ્યાનથી જોવામાં આવે તો દરેક કાર્ટૂન એક વાર્તા કહેશે.

તે દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ.
આ દરમિયાન સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયાની સાથે સહ-સંપાદક રશ્મિ દવે, વ્યંગકાર રાજ પાટીલ, જાગરણ જંકશનના એડિટર અને ક્રિએટિવ હેડ આશુતોષ ગુપ્તા, વરિષ્ઠ સંવાદદાતા શ્રદ્ધા રાયબન અને પ્રભુતા શુક્લા હાજર હતા.

Related posts

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો