November 17, 2025
ગુજરાત

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

રોજ સાંજે સદવિચાર પરિવાર ખાતે આવેલા હોલમાં આધ્યાત્મિક વિચારસરણી ધરાવનાર એવા લેખિકા અને કવયિત્રી બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન ખુબ સુંદર રીતે સંપન્ન થયું .

પ્રજ્ઞાચક્ષુ બાળાઓના સ્વરમાં શ્રી ગણપતિ વંદના અને દીપ પ્રજ્જવલિત સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી.
શ્રી રામના જયઘોષ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું . આ પવિત્ર અને પાવન અવસરે વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ,રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી નરહરિભાઈ અમીન ,મીરામ્બિકા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવનાર શ્રી જીગીશાબહેન પટેલ અને અંધજન મંડળના પૂર્વ પ્રીન્સિપાલ અને આદરણીય એવા શ્રી જસુભાઈ કવિએ મંચ શોભાવ્યું .સૌ મહાનુભાવોએ પ્રભુશ્રી રામ અને અયોધ્યા સ્થિત નવનિર્મિત રામમંદિર વિષે ખુબ સુંદર વ્યક્તવ્ય આપ્યું .
રામભક્તોથી ખીચોખીચ ભરેલા હોલમાં ‘ સનાતનનો જયઘોષ’ પુસ્તકનું લોકાર્પણ બાદ લેખિકા બીનાબહેને પોતાના મનની વાત કહેતાં જણાવ્યું કે , તેઓએ આ પુસ્તકમાં પ્રભુ શ્રી રામ અને શ્રી રામમંદિર વિષે સરળ અને સાહજિક ભાષામાં સમગ્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

આજની યુવા પેઢી આ પુસ્તકમાંથી ઘણું બધું જાણી શકશે.પ્રભુ રામના જીવન ચરિત્ર વિષે દરેક પ્રસંગનું વર્ણન કરીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાની તેઓએ કોશિશ કરી છે.
દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું .

તેઓને સુંદર સ્મૃતિચિન્હ આપી અને પ્રભુ રામનું નામ લખેલી શાલ ઓઢાડીને સૌનું સન્માન કરાયું ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
આકાશવાણી પ્રસારના પ્રોગ્રામના હેડ શ્રી મૌલિનભાઈ મુનશીએ લેખિકા બીનાબહેનને પુષ્પગુચ્છ અને રામનામની શાલ ઓઢાડીને સન્માન કર્યું .
અંતમાં લેખિકા અને કવયિત્રી એવા બીનાબહેને હિન્દીમાં
પોતે રચેલ પ્રસંગને અનુરૂપ
કાવ્ય જુસ્સાભેર રજૂ કર્યું .’ મેં ગર્વ સે કહેતી હું , મેં એક રામભક્ત હું ….’


આ કાવ્ય સાથે સૌ રામભક્તોમાં ભક્તિની લહેર દોડી ગઈ અને સૌ એક અવાજે બોલી ઉઠ્યા … મેં એક રામભક્ત હું .શ્રી નગીનભાઈ પ્રજાપતિ , અલ્પેશભાઈ શાહ , પ્રદીપભાઈ રાવલ , અરુણાબહેન રાવલ ,રાજેશભાઈ ભોજક તમામ રામભક્તોનું પદ્યશ્રી વિષ્ણુભાઇએ શાલ ઓઢાડીને સન્માન કર્યું .

ઉદઘોષક તરીકે સ્થાન શોભાવનાર લેખક શ્રી વિનોદભાઈ પટેલે પોતાની આગવી અને અનોખી શૈલીમાં આખા કાર્યક્રમનું સંચાલન સુપેરે કર્યું.

22/1/2024ના પવિત્ર દિવસે અયોધ્યામાં જયારે ,શ્રી રામલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે , બીનાબહેન લિખિત ‘ સનાતનનો જયઘોષ’ પુસ્તક લોકોમાં પ્રભુ શ્રી રામની ભક્તિના જુસ્સામાં વધારો જરૂર કરશે.સૌએ આ સનાતનના વારસા અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આ પુસ્તકને જરૂર ઘરમાં વસાવવું રહ્યું .

Related posts

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો