August 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો સહિત સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતોએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગરૂઢેશ્વર ચોકડી ખાતે સરદાર સરોવર નર્મદા ડેમના 6 ગામોના અસરગ્રસ્તો સાથે રાહુલ ગાંધીએ વાર્તાલાપ કર્યો હતો જેમાં અસરગ્રસ્તોએ રાહુલ ગાંધી સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે પોતાની માલિકીની જમીન સરકારે પોતાના હસ્તક કરી લીધી અને પોતે વિસ્થાપિત થયા, અને તેઓ ન્યાય માટે દાયકાઓથી સરકાર સામે લડત ચલાવતા હોવા છતાં તેઓને ન્યાય ન મળતો હોવાનો આક્રોશ રાહુલ ગાંધી સમક્ષ વ્યકત કર્યો હતો. તેઓને રાહુલ ગાંધીએ સાંત્વના આપી હતી.

ગરૂઢેશ્વર તાલુકાના એક પૂર્વ સૈનિકે પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની હૈયા વેદના ઠાલવી હતી અને હાલમાં કેન્દ્ર સરકારે લશ્કરમાં ભરતી થવા માટે અમલી બનાવેલ અગ્નિવીર યોજના દેશના યુવાનો માટે અન્યાય રૂપ હોવાનો પૂર્વ સૈનિકે જણાવ્યું હતું, અને પુર્વ સૈનિકો ની તેમના પ્રશ્નનો યોગ્ય માંગણીઓ માટે ભાજપા સરકાર અનદેખી કરતી હોવાનુ સૈનિકે રાહુલ ગાંધી ને જણાવ્યુ હતું.

રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા ખાતે પ્રવેશતા રાજપીપળા ના વડિયા પેલેસ, કાળીયાભૂત,ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફ ના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઈ હતી. રાહુલ ગાંધી એ રાજપીપળા ના પ્રસિદ્ધ હરસિધ્ધિજી માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા.

રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. એક વૃદ્ધ આદિવાસી મહિલા 10 રૂપિયાના ફૂલો લઈને રાહુલ ગાંધીને પુષ્પો અર્પણ કરવા માટે આવી હતી.

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

ઓહ ટામેટા ખાવાથી આવું થાય? ટામેટાની અસર વિશે જાણી ઉડી જશે ઊંઘ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો