September 22, 2026
Other

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ છે. આ વખતે આકરી ગરમી બાદ ચોમાસાની શરુઆત સાથે આંધી-વંટોળની સ્થિતિ રહેવાની પણ શક્યતાઓ જાણીતા હવામાન આગાહીના નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

 

ગાંધીનગરના પાલજમાં વિશાળ હોળી દહન સમયે અંબાલાલ પટેલ  હોળીનો વરતારો કરવા માટે પહોંચ્યા હતા,  તેમણે કહેલ કે આ વખતે એપ્રિલ પછી મે અને જૂન સુધી આંધી-વંટોળ રહી શકે છે. ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ સાથે ઓગસ્ટ – સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં પણ વરસાદના યોગ અંબાલાલ પટેલ જોઈ રહ્યા છે.

વાયુના તોફાનો વધુ રહે. એપ્રિલ, મે, જૂનમાં પવનનું જોર વધુ રહેશે. જૂનમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ. આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ હોવાનું અંબાલાલ જણાવી રહ્યા છે.

ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે, પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે. ૨૬ એપ્રિલ પછી ભારે ગરમી,૧૦-૧૧ મે પછી ચક્રવાતોની શક્યતા. રાજસ્થાનમાં ૪૯ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતાઓ હોવાનો વર્તારો અંબાલાલ પટેલે કર્યો છે.

Related posts

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદની કિડોવર્સ પ્રિસ્કૂલમાં બાળકોના આંતરિક વિકાસની અનોખી સફર, આત્મવિશ્વાસથી જિજ્ઞાસા સુધીનું પરિવર્તન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો