September 22, 2026
Other

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો છે. મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તો બીજી તરફ સૂચના મળતાં પોલીસ અને રાહત બચાવની ટીમ આગમાં દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સોમવારે સવારે ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગેલી આગમાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિરમાં અબીલ ગુલાલ ચઢાવતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. આગના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા પણ ઘાયલોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે અને ખતરાની બહાર છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી.

પૂજારી સહિત 13 લોકો ઘાયલ – કલેક્ટર

આ મામલે વધુ માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે.

Related posts

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો