August 7, 2026
ગુજરાત

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે. ત્‍યારે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલે આ અંગે હકારાત્‍મક પ્રયાસો થઇ રહ્યા હોવાનું જણાવ્‍યુ છે.

ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલે ઘણો જ શાંતિથી જવાબ આપ્‍યો છે. તેમણે જણાવ્‍યુ છે કે, ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્‍નો છે. અમે આ બાબતે ગંભીર છીએ.’

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે આ કાર્યક્રમમાં જણાવ્‍યુ હતુ કે, ગુજરાતની જનતા તમામ ૨૬ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે એવો દ્રઢ વિશ્વાસ છે. વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત ભારતને બનાવવાની છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્‍યુ કે, મોદીની ગેરંટી એટલે કામ પુરી થવાની ગેંરટી હોય છે.

જોકે, રવિવારે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન મળ્‍યુ હતુ. જેમા રાજપૂત સમાજે જણાવ્‍યુ છે કે, ૧૯મી એપ્રિલ સુધી પરશોત્તમ રૂપાલાનું ફોર્મ પાછું નહીં ખેંચાય તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે. દેશભરમાંથી ક્ષત્રિયો ત્‍યાં આવશે તેમ પણ જણાવ્‍યુ છે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે. આ સાથે તેમણે સંમેલનમાં એમ પણ જણાવ્‍યુ કે, ‘ અહીં વગર આમંત્રણે ક્ષત્રિયો લાખોની સંખ્‍યામાં ભેગા થયા છીએ. એ પણ બે જ દિવસની મુદતમાં. હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સમજું છું, ભાજપવાળા સમજતા નથી કે, રૂપાલા તમને રૂપાળા કેમ લાગે છે. આખો સમાજ એક બાજું અને એક વ્‍યક્‍તિને હટાવી નથી શકતા. ભાજપને ૪૦૦ પાર કરવા ટિકિટ જોઈએ છીએ. રાજપૂતોને ટિકિટ આપો તો ૫૦૦ પાર થઈ જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્‍યૂઝ આપો કે રૂપાલા હટી ગયા.

આજે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે. રૂપાલા આવતીકાલે બપોરે ૧૨.૩૯ વાગ્‍યે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે સવારે ૯ વાગ્‍યે તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરશે. બાદમાં રૂપાલાના સમર્થન રેલી યોજાશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવનચોક ખાતે પૂર્ણ થશે.ત્‍યારબાદ સવારે ૧૦:૩૦ વાગ્‍યે બહુમાળી ભવનચોક ખાતે જાહેર સભા યોજાશે. આ સભ પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે. હાલમાં બહુમાળી ભવન ખાતે સભા સ્‍થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Related posts

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો