August 10, 2026
ગુજરાત

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.

આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

PSI તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ પણ કર્યું છે.

Related posts

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરના રોજ અસારવા અને ઉદયપુર શહેર વચ્ચે વિશેષ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો