June 24, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાત ઘમરોળીને મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું હતુ. નરોડના કોર્પોરેટર શ્રી રાજેન્દ્ર સોલનકી અને અન્ય કોર્પોરેટરોએ અમિત શાહનો ફુલહરથી સ્વાગત કર્યું હતું.

અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના બે ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપની સેંચૂરી પૂર્ણ થઈ ગઈ છે, ભાજપાનો રથ ખુબ ઝડપથી 400 પારની દિશામાં આગળ વધી રહ્યો છે. 7 તારીખે જ્યારે ત્રીજા ચરણમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતાના આશીર્વાદથી તમામ ૨૫ બેઠકો પર કમળ ખીલશે. દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય દિશાઓમાં મોદી… મોદી…ના નારા ગુંજી રહ્યાં છે.

નરેન્દ્ર ભાઈ  મોદીની લોકપ્રિયતા અને દેશમાં છેલ્લા 10 વર્ષમાં થઈ રહેલા વિકાસના મૂળમાં જનતાના અપાર જનસમર્થનથી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલા ગુજરાતનું વિકાસ મોડલ છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ  મોદીએ સર્વસ્પર્શી, સર્વ સમાવેશી વિકાસની શરૂઆત કરી શહેર, ગામ, જંગલ, દરિયાકાંઠા, પહાડી અને મેદાન વિસ્તાર પ્રત્યેક જગ્યાએ વિકાસને પંહોચાડ્યો છે.

શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓના શાસનમાં અમદાવાદમાં વર્ષમાં 6 મહિના કરફ્યુ રહેતો, નરેન્દ્રભાઈ  મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ આજે અમદાવાદના જુવાનિયાઓને કરફ્યુનો મતલબ ખબર નથી. સમગ્ર ગુજરાતને હુલ્લડોથી મુક્ત કરવાનું કાર્ય નરેન્દ્ભાઈ ર મોદીએ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાંથી આતંકવાદ અને નકસલવાદને સમાપ્ત કરવાનું અભિયાન ચાલુ છે. સરહદી રાજ્ય ગુજરાતમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ, દાણચોરી, આતંકવાદની પ્રવૃત્તિ કરનારા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી સફાયો કરવામાં આવી રહ્યો છે. બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં નકસલવાદનો સફાયો થયો છે, જ્યારે છત્તીસગઢમાં નક્સલવાદ સમાપ્તિના આરે છે. પશુપતિનાથથી તિરુપતિ રેડ કોરિડોરના સપનામાં રાચતા નક્સલીઓનો મનસૂબો નિષ્ફળ નીવડ્યો છે.

વધુમાં અમિતભાઈ  શાહે જણાવ્યું કે, કોંગ્રેસે વોટબેંક અને લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિના કારણે કાશ્મીરમાંથી કલમ 370ને છાવરી. જેનાથી સમગ્ર દેશમાં આતંકવાદ ફેલાયો. દેશની જનતાએ નરેન્દ્ર મોદીને બીજી વખત પ્રધાનમંત્રી બનાવ્યા અને 5 ઓગસ્ટ, 2019ના રોજ તેઓએ દેશમાંથી એક ઝાટકે કલમ 370 હટાવી નાખી.

એ સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસે કહ્યું કે, લોહીની નદીઓ વહી જશે. આજે પાંચ વર્ષ થયાં, પરંતુ કાશ્મીરમાં કોઈની કાંકરીચાળો કરવાની પણ હિંમત નથી. નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત અને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે કહે છે કે, ગુજરાત અને રાજસ્થાનના યુવાનને કાશ્મીરથી શું લેવા દેવા, પણ આ અમદાવાદ અને ગુજરાતનો પ્રત્યેક યુવાન કાશ્મીર માટે પોતાનો જીવ આપી શકે છે.

અટલજીએ ભારતને વિશ્વની 11મી મોટી અર્થવ્યવસ્થા સાથે ડો. મનમોહનસિંહને સોંપ્યું હતું, પરંતુ 10 વર્ષના કોંગ્રેસના શાસનમાં મનમોહનસિંહ તેમાં કોઈ ફેરફાર કરી શક્યા નહી. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ 11માં ક્રમાંકથી આગળ વધી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો અને ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે તે મોદીની ગેરંટી છે.

ગુજરાતના મુખ્યમંત્રીકાળથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ રોકાણની શરૂઆત થઈ જેને આજે ભૂપેન્દ્રભાઈ  પટેલ આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વ્હિકલ, બેટરી અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું હબ બની રહ્યું છે. આ ચાર ઉદ્યોગ આવનાર 25 વર્ષમાં દુનિયાના અર્થતંત્રમાં નિર્ણાયક સાબિત થવાના છે.

અમિતભાઈ  શાહે કોંગ્રેસની ઝાટકણી કાઢતા હતું કે, કોંગ્રેસને નકારાત્મક રાજનીતિ અને વિરોધ કર્યા સિવાય કાંઈ આવડતું નથી. અમદાવાદમાં બીઆરટીએસ, રિવરફ્રન્ટ, મેટ્રો સહિતની જનહિતની યોજનાઓનો કોંગ્રેસે વિરોધ જ કર્યો છે. આજે રિવરફ્રન્ટ જોવા દેશ વિદેશના નાગરિકો આવે છે. ડો. મનમોહનસિંહની સરકાર વખતે ગુજરાતના ક્રૂડ રોયલ્ટીના રૂ.14 હજાર કરોડ જેટલા નાણાં કેન્દ્ર સરકારે અટકાવ્યા, આતંકવાદી પ્રવૃત્તિઓ માટેનો ગુજકોકનો કાયદો કોંગ્રેસે અટકાવ્યો જેનો નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ તુરંત ઉકેલ લાવ્યો.

Related posts

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો