August 10, 2026
ગુજરાતરાજકારણ

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ અને ‘આપ’ના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સ્‍કૂટર રેલી, લોકસંપર્ક, જાહેરસભાઓ કરીને ભાજપની કેન્‍દ્ર અને રાજય સરકાર સામે વિવિધ મુદ્દે આક્રોશ ઠાલવી રહ્યા છે અને ‘સ્‍વાભિમાન યુધ્‍ધ’ અંતર્ગત જાહેરસભાએ ગજવે છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી દીધી છે તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોના ભાવો આસમાને પહોંચાડી દીધા છે. દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓમાં ભાવ વધારીને આ ભાજપ સરકાર ધોળે દિવસે લૂંટ ચલાવી રહી છે.

ત્‍યારે આમજનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે આ મોંઘવારીનો ભાર સહન કર્યે જાય છે છતાં પણ હાલની ચૂંટાયેલી સરકાર ભાવ વધારાથી લોકોની તકલીફ પ્રત્‍યે ધ્‍યાન આપતી નથી.

દેશમાં દિન પ્રતિદિન લોકોની આવક ઓછી થતી જાય છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્‍યારે રાજકોટ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી એ મોંઘવારી મુદ્દે રાજકોટમાં એક જાહેરસભામા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

પરેશભાઇ ધાનાણી આજે સવારના ૮ વાગ્‍યાથી રાજકોટ લોકસભા મત વિસ્‍તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણી આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, કેરાળા, જેતપરડા, પલાસાડી, સરધારકા, ગાંગીયાવદર, કાછીયાગાળા, દલડી, દિઘલીયા, પાજ, ગારીયા, લીંબાળા, કોઠી, ભલગામ, મેસરીયા, સતાપર, સમઢીયાળા, ગારીડા, મહિકા, જોધપર સહિતના ગામોના પ્રવાસે છે.

Related posts

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો