October 12, 2024
ગુજરાત

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમિયાનના ગુજરાત રાજ્ય લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભનું તથા પુરસ્કૃત કલાકારો દ્વારા રચિત કળાકૃતિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.

           ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  મૂળુભાઈ બેરા હસ્તે કુલ 31 કલાકારોને લલિતકલા ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ચિત્રકલા, છબીકલા, શિલ્પકલા (રેતશિલ્પ) ક્ષેત્રે આગવું પ્રદાન આપી ચૂકેલા કલાકારોને પુરસ્કાર રૂપે તામ્રપત્ર, રૂ. 51,000 તથા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.

           આ પ્રસંગે પ્રસંગિક ઉદબોધન આપતા મંત્રી  મૂળુભાઈ બેરાએ કહ્યું કે, સન્માનિત થયેલા તમામ કલાકારોએ ગુજરાતના કળાવારસામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કોઈ પણ કારણોસર કલાકારોને કળામાં અડચણ ઊભી ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

            મંત્રી વધુમાં જણાવ્યું કે, લલિત કલા અકાદમી પુરસ્કૃત વડીલ કલાકારો અને યુવા કલાકારો સાથે મળીને કળાના વારસાને આગળ લઈ જાય; યુવાઓ પણ વિવિધ કળાના ક્ષેત્રમાં રસ લેતા થાય તેવું વડીલોનું માર્ગદર્શન મળી રહે તથા અનોખી અને પ્રાચીન કળાને આગળ વધારવામાં તે મદદરૂપ થાય. વિવિધ કળાના ક્ષેત્રે કલાકારો ઊર્જાવાન રીતે આગળ વધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
           આગવી ઓળખ અને અનોખી કળાના માલિક એવા આ 31 કલાકારો વિવિધ ક્ષેત્રો જેવા કે, ચિત્રકલા છબીકલામાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. શિલ્પકલામાં પણ રેતશિલ્પ ક્ષેત્રે સૌપ્રથમવાર કોઈ કલાકારને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે નોંધનીય છે.
            આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ  અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારી તથા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના કલાકારોએ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

ત્રીજા લહેર માટે સરકારે આપી ચેતવણી.

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો