લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતની લોકસભાની ૨૫ બેઠકો અને વિધાનસભાની ૫ બેઠકો પર પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે પ્રથમ તબક્કા માટે ૧૯મી એપ્રિલે અને બીજા તબક્કા માટે ૨૬મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૨૫ લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની ૨૫ લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે .
સવારે ૯ વાગ્યા સુધીમાં ૯.૮૩ ટકાથી ઉપર તો સવારે ૧૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૨થી૧૩ ટકા મતદાન થવાનું જાણવા મળે છે. સૌથી વધુ બ.કાંઠાંમાં નોંધાયું છે. બપોર બાદ વેગ અપાવે તેવી શક્યતા છે. આ વખતે ભાજપ હેટ્રિક નોંધાવે છે કે પછી કોંગ્રેસ ખાતુ ખોલાવે છે. એ જોવાનું રહ્યું. ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદના કાલુપુરમાં EVM મશીન બગડ્યું છે. અહીં કાલુપુરની શાળા નંબર ૨૨માં EVM બગડ્યું છે.
EVM બંધ થતાં મતદાનમાં વિલંબ થયો હતો. આજે સવારે ૭:૪૦ વાગ્યે મતદાન શરૂ થતાં મતદાતા પરેશાન બન્યા હતા. આ તરફ ભાવનગર શહેરમાં 2 EVM ખોટકાયા છે. મિલિટરી સોસાયટીની શાળામાં 2 EVM ખોટકાયા હતા. સરકારી શાળામાં બુથ નંબર ૨૨૫ પર ચ્સ્પ્ બંધ થતાં અડધા કલાકથી મતદાન રોકાતાં મતદારો અટવાયા છે. નવસારીની ટાટા બોયઝ સ્કૂલમાં EVM મશીન ચાલું થયું ન હતું. બૂથ નંબર-૯નું EVM શરૂ ન થતાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. મતદાન ૩૦ મિનિટ મોડું શરૂ થતાં મતદારો પરેશાન બન્યા હતા.
ગુજરાતમાં અત્યાર સુધીમાં લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર અને નવસારીમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લીંબડી પ્રાથમિક શાળા નંબર-૪માં ઇવીએમ મશીન ખોટવાયુ છે. ઘટનાને લઈ પ્રાન્ત અધિકારી તાત્કાલિક મતદાન મથકે પહોંચ્યા છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં ૩ બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ EVM બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે. વાઘોડિયાના ભાડોલ, ગંગાનગર, રાજપુરા બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના વિવિધ મતદાનમથકો પર ભારે ભીડ જોવા મળી રહી છે. મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.૧૦૩ વર્ષના દાદીએ પણ કર્યું મતદાન
ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના ૬ વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી.
પીએમ મોદીએ રાણીપની નિશાંત શાળામાં મતદાન કર્યુ છે. ત્યારે તેમની સાથે મોટાભાઇ સોમાભાઇ મોદી પણ હાજર હતા. મતદાન કરીને તેમણે મતદારોને ગરમીમાં ધ્યાન રાખવાની અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યુ કે, આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ છે. સૌથી વધુ મતદાન કરો. મતદાન સામાન્ય દાન નથી સૌથી મોટું દાન છે . કેન્દ્રીય ગળહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યુ.ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કર્યુ.
અમદાવાદના શીલજમાં આનંદીબહેન પટેલે મતદાન કર્યુ છે. મતદાન બાદ તેમણે કહ્યું છે કે, ‘મતદાન આપણો અધિકાર છે. દરેકે મતદાન કરવું જોઈએ. નવા ભારતના નિર્માણ માટે દરેકે મતદાનની ફરજ નિભાવવી જોઈએ.’
આ અંતર્ગત ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પરષોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન કર્યું છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેઓએ અમરેલીથી મતદાન કર્યું છે.
વડા પ્રધાન મોદી અને ગળહ પ્રધાન અમિત શાહના ગળહ રાજ્યમાં, ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો જીતી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. ચૂંટણી પહેલા કોંગ્રેસના ઘણા મહત્વના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આ વખતે લોકસભા ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવી રહી છે. જો કે, આ સમયગાળા દરમિયાન, ૨૨ માર્ચે, રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણી પાર્ટી માટે વેદનાનું સ્થાન બની ગઈ હતી. રૂપાલાએ અનેક વખત માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર અડગ રહ્યો હતો. હાઈકમાન્ડ દ્વારા ટિકિટ કેન્સલ ન થતા સમાજે રૂપાલા પૂરતો મર્યાદિત વિરોધ રાજ્યભરમાં ફેલાવ્યો હતો. સ્થિતિ એવી છે કે ૨૬માંથી ૨૫ બેઠકો પર યોજાનારી લોકસભાની ચૂંટણીમાં દસ બેઠકો પર જંગ રસપ્રદ બની ગયો છે. જો કે ક્ષત્રિય મતદારો મતદારોની દ્રષ્ટિએ એટલી સંખ્યામાં નથી, તેમ છતાં તેઓ તમામ બેઠકો પર પ્રભાવ પાડી શકે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ બેઠકો પર ૫ લાખની લીડ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ ક્ષત્રિયોની નારાજગીને કારણે આ લક્ષ્યાંક હવે સરળ જણાતો નથી.
મતદાન પહેલા પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામમાં માતાના આશીર્વાદ મેળવ્યા હતા. આ બાદ કાર્યકરો અને સમર્થકો સાથે રૂપાલા મતદાન કરવા પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્યની ૨૫ લોકસભા બેઠક પર ૪,૯૭,૬૮,૬૮૭ મતદારો નોંધાયેલા છે, જે મતદાન કરીને લોકસભાના ૨૬૬ અને વિધાનસભાના ૨૪ ઉમેદવારોનું ભાવે નક્કી કરશે. આખરી મતદાર યાદીમાં ૧૮ થી ૧૯ વર્ષની ધરાવતા ૧૨,૨૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.રાજયના ૪૯,૧૪૦ મતદાન મથકો ખાતે મતદાન મતદાન થઈ રહ્યું છે
ગત ૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ ૦૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી ૩,૧૯,૨૦૯ મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૂષ, ૨,૪૧,૫૦,૬૦૩સ્ત્રી અને અન્યના ૧,૫૩૪ મળી કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારોનો સમાવેશ થાય છે.
ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ બેઠકો સહિત ગોવાની ૨ બેઠકો, આસામની ૪, બિહારની ૫, છત્તીસગઢની ૭, મધ્યપ્રદેશની ૮, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦ અને પヘમિ બંગાળની ૪ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ૧-૧ બેઠકોનો સમાવેશ થાય છે.
