January 23, 2025
તાજા સમાચારરમતગમત

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો,17 વર્ષના લાંબા ગાળા બાદ ભારત ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો:17 વર્ષના લાંબા ગાળા બાદ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો,

વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતવા ભારતે આપેલા 177 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 169 રન બનાવી શક્યું હતું. ભારતનો 7 રનથી રોમાંચક વિજય થયો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ  20 રનમાં 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 18 રનમાં 2 વિકેટ તથા અર્શદીપ સિંગહે 20 રનમાં 2 વિકેટ લીધી હતી.

 

ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બાર્બાડોસના સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 176 રન બનાવ્યા. પરિણામે આફ્રિકાને મેચ જીતવા 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 169 રન જ બનાવી શકી હતી

પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી અને 3 બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. રોહિત શર્માએ 9, સૂર્ય કુમાર યાદવે 3 અને રિષભ પંતે એકપણ રન બનાવ્યો ન હતો. આ વખતે વિરાટ કોહલીએ અક્ષર પટેલ સાથે ઈનિંગ સંભાળી હતી. અક્ષર અડધી સદી ચૂકી ગયો અને 47 રન બનાવ્યા. શિવમ દુબેએ 27 રન અને રવિન્દ્ર જાડેજાએ 2 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા 5 રન બનાવીને અણનમ રહ્યો હતો

177 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાને બીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. જસપ્રીત બુમરાહ 4 રનના અંગત સ્કોર પર ઓપનર રીઝા હેન્ડ્રિક્સને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. બીજી વિકેટ કેપ્ટન એડન માર્કરામની પડી, જેણે ચાર રન બનાવ્યા. અર્શદીપના બોલ પર વિકેટકીપર રિષભ પંતે કેચ પકડ્યો હતો.

આ પછી, વિકેટકીપર ક્વિન્ટન ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી. અક્ષર પટેલે આ ખતરનાક ભાગીદારી તોડી હતી. તેણે 31 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટબ્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી ક્વિન્ટન ડી કોક અને ક્લાસને સાથે મળીને ભારતીય બોલરોને માત આપી હતી.

ખાસ કરીને ભારતીય સ્પિનરોએ નિરાશાજનક બોલિંગ કરી હતી. આ જોડીને તોડવાનું કામ અર્શદીપ સિંહે કર્યું. અર્શદીપના બોલ પર કુલદીપ યાદવે ડી કોકનો કેચ પકડ્યો હતો. ડી કોકે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા.

ક્લાસને 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. પંડ્યાના બોલ પર વિકેટ કીપર પંતે કેચ પકડ્યો હતો. જોકે, આ વિકેટ ઘણી મોડી પડી હતી. આ સમય સુધીમાં આફ્રિકન ટીમે મેચ પોતાના નિયંત્રણમાં કરી લીધી હતી. તેને જીતવા માટે 22 બોલમાં માત્ર 26 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે દક્ષિણ આફ્રિકાની ટીમને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ભારતીય ટીમની હાર નિશ્ચિત માનવામાં આવી રહી હતી ત્યારે બુમરાહે જેન્સનને બોલ્ડ કરીને નવી આશા જગાવી હતી.

ભારતની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા બીજી ઓવરમાં જ 9 રન બનાવીને આઉટ થયો હતો. કેશવ મહારાજે હિટમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ સાથે જ ઋષભ પંતે પણ નિરાશ કર્યો. તે 0ના સ્કોર પર કેશવના બોલ પર ક્વિન્ટનના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ વધારે કરી શક્યો ન હતો અને 3 રન બનાવીને રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો

. ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ અક્ષર પટેલના રૂપમાં પડી, જે કમનસીબ હતો અને પોતાની અડધી સદી ચૂકી ગયો. અક્ષર પટેલે 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી અને રનઆઉટ થયો હતો.

વિરાટ કોહલી સારા ફોર્મમાં દેખાતો હતો અને તેણે એક છેડો પકડી રાખ્યો હતો. તેણે 48 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ હાથ ખોલ્યા અને ઝડપથી રન બનાવ્યા. અંતે, રબાડા 76 રનના વ્યક્તિગત સ્કોર (59 બોલ, 6 ચોગ્ગા, 2 છગ્ગા) પર જેન્સનના બોલ પર કેચ આઉટ થયો હતો.

છઠ્ઠી વિકેટ શિવમ દુબેની હતી જેણે 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજા 2 રન બનાવીને ડેવિડ મિલરના બોલ પર એનરિક નોટર્જેના હાથે કેચ આઉટ થયો હતો.

Related posts

IPL 2023: CSK સામે રાજસ્થાન રોયલ્સની જીત પછી જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

ODI વર્લ્ડ કપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, સામે આવ્યા 4 સેમીફાઈનલ ટીમના નામ!

Ahmedabad Samay

KKR: શ્રેયસના સ્થાને ઇગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર કોલકત્તામાં સામેલ, 2.8 કરોડમાં ખરીદાયો

Ahmedabad Samay

આ હોટ ડ્રિંકથી મીણની જેમ ઓગળી જશે શરીરની ચરબી, ફેટ ફ્રી બનશે બોડી

Ahmedabad Samay

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો