ભારત અને ચીન વચ્ચે તણાવને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ૫૯ ચાઈનીઝ એપ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધિત કરાયેલી એપમાં ખુબ જ જાણિતી ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત યુઝી બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી અનેક જાણિતી એપો સામેલ છે.
આ અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને એ તમામને પ્રતિબંધિત કરવા તથા લોકોને આ એપ હટાવી દેવા અપીલ કરી હતી. આની પાછળ એવી દલીલ અપાઈ હતી કે, ચીન આના થકી ભારતીય ડેટા હેક કરી શકે છે. ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે બંને દેશની સેનાઓ સામ સામે ઉભી છે.