August 21, 2026
ગુજરાત

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

ગત રોજ દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગઈકાલે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી ઠેર-ઠેર ભક્તો માતાજીની મૂર્તિ પધારવવા માટે ગયા હતા. આ દરમિયાન ગાંધીનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.

ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો. આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ  પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી હતી, જે બાદ એક બીજાને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ બચાવી લીધા છે. અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થયા હતા.

આ અંગેની જાણ મનપા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણજારા (ઉં.વ 30), ભારતીબેન પ્રજાપતિ (ઉં.વ 34), પૂનમબેન પ્રજાપતિ (ઉં.વ 12)ના મૃતદેહ મળી આવ્યા હતા.

Related posts

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો