મહાકુંભ મેળામાં સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્તાનથી પણ ૬૮ જેટલા શ્રદ્ધાળુઓ ભારત પહોંચ્યા છે.
મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્યું હતું. બધા શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર તાાન કર્યું હતું. ત્યારબાદ તેમના પૂર્વજોની અસ્થિઓને સંગમમાં વિસર્જિત કરી હતી. મહાકુંભની વ્યવસ્થા અને સનાતન આસ્થાના દિવ્ય ભવ્ય આયોજનને જોઈને બધા પાકિસ્તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા હતા.
પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોની અસ્થિઓનું વિસર્જન કરવા માટે ખાસ વિઝા સાથે પ્રયાગરાજ આવ્યા હતા. સિંધથી આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે મહાકુંભની અવાજ મીડિયાથી અમે સાંભળી ત્યારથી જ અમને અહી આવવાની ઉત્સુકતા હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ કરોડો લોકોમાં ભાગીદાર બન્યા છીએ. તેમણે કહ્યું કે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. તેઓ અહીથી હરિદ્વાર સહિતના અન્ય તીર્થ સ્થાનોમાં પણ જવાનાં છીએ.