દિલ્હીની તમામ ૭૦ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ૬ વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ ટકા એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી દર્શાવવામાં આવી હતી.
તે જ સમયે, આજે જાહેર થયેલા ત્રણે ત્રણ એક્ઝિટ પોલમાં, દિલ્હીમાં ભાજપની સરકાર પ્રચંડ બહુમતી સાથે બનતી દર્શાવવામાં આવી રહી છે.
ટુડેઝ ચાણક્ય, એક્સિસ માય ઇન્ડિયા અને સીએનએક્સના તાજેતરના ડેટા ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરવાની આગાહી કરે છે.
ભાજપને ૫૧ બેઠકો, આમ આદમી પાર્ટીને ૧૯ બેઠકો આપી છે. એક્સિસ માય ઇન્ડિયા ભાજપને ૪૫-૫૫ બેઠકો જ્યારે આપ ને ૧૫-૨૫ બેઠકો આપે છે. સીએનએક્સ ભાજપને ૪૯-૬૧ બેઠકો અને આપને ૧૦થી૧૯ બેઠકો આપે છે.
જ્યારે કોંગ્રેસને બધા એક્ઝીટ પોલમાં ૦થી૩ બેઠક મળે છે.