September 22, 2026
અપરાધ

લૂંટ અને જીવલેણ હુમલાના આરોપીને ઓઢવ પોલીસે ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી

તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ લૂંટ અને ઘાતકીય હુમલાનો બનાવ બનવામાં આવ્યો હતો જેને લઈ ઓઢવ પોલીસ દ્વારા સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ગણતરીના કલાકોમાંજ પોલીસ ગુનેહગારોની ધરપકડ કરી સરાહનીય કામ કરેલ જે,

આ અંગે ઓઢવ પોલીસ દ્વારા વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ ચાલુ હતું જે દરમિયાન રાત્રીના ૯ વાગ્યાના સમયે અત્રેના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહેલ હતા તે સમયે એક મો.સા. ઉપર સવાર થઈ આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ પોતાની પાસેના પ્રાણઘાતક હથિયાર વડે તેઓ ઉપર હુમલો કરી, ઈજા પહોંચાડી તેઓએ ગળામાં પહેરેલ ચાર તોલાની સોનાની ચેઈન ની લુંટ કરી નાસી ગયેલ હોય તે પછી તેઓએ પોતાના બાઈક ના આગળના ખાનામાં મુકેલ રોકડા રૂ. ૨,૫૦,૦૦૦/- ની તપાસ કરતા મળી આવેલ હોવાથી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા બાબતે તા.-૧૪/૨/૨૦૨૫ ના ક.-૨૩/૦૦ વાગ્યે જાહેર કરેલ ફરીયાદ આધારે કાર્યવાહી કરવામાં આવી હતી

ત્યારબાદ સદર ગુનો લુંટનો અનડીટેક્ટ ગુનો હોય જેથી સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. શ્રી બી.બી.ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ તાબાના સર્વેલન્સ સ્કોડના માણસોની જુદી જુદી ટીમો બનાવી તે ગુનો શોધી કાઢવા સારૂ બનાવ સ્થળ તેમજ તેની આસપાસના તેમજ બનાવ સ્થળથી મુખ્ય જાહેર માર્ગને સ્પર્શ કરતા જાહેર રોડ ઉપરના સીસીટીવી કેમેરાઓની ફૂટેજો ચેક કરી તેમજ આ પ્રકારની એમ.ઓ. ધરાવતા ગુનેગારોને ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવા સુચના કરી થાણા ઇન્ચાર્જ તરીકે અમોએ તેઓની કામગીરી ઉપર સતત સુપરવિઝન રાખી તેમજ તપાસને મદદરૂપ યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડેલ જેના ફળસ્વરૂપે ગુનો દાખલ થયાના ૨૪ કલાક જેટલા સમયગાળા દરમ્યાન આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી ગુનો દાખલ થયાના ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી.

આરોપીઓ પાસેથી આશરે ચાર તોલાના દરની સોનાની રણી, ગુનામાં વપરાયેલ હથિયાર અને ગુનો કરવામાં ઉપયોગ કરેલ બાઈક.-૨ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને તે પકડેલ આરોપીઓની ઉંડાણપુર્વક યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા આરોપીએ નિકોલ, રામોલ અને ઇસનપુર પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ સ્નેચીંગ અને બાઈક ચોરીના મળી તેઓએ આચરેલા ૪ ગુનાઓ ની કબુલાત કરેલ હોય તે રીતે લુંટના અનડીટેક્ટ ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી, આરોપીઓની ધરપકડ કરી, લુંટનો મુદ્દામાલ રીકવર કરી અન્ય પો.સ્ટે.ના ૪ ગુનાઓ ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે

Related posts

અમદાવાદ: નરોડામાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો! પોલીસને જણાવ્યા વિના જ પરિવાર અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચ્યો, ઊભા થયા અનેક સવાલ

Ahmedabad Samay

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

પાલડી વિસ્તારમાં જાહેરમાં થયેલ હત્યા કેસમાં પોલીસે આ ઘટનામાં  7 આરોપીઓની અટકાયત કરી છે.

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો