September 21, 2026
ગુજરાતઅપરાધ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

હાલ કોરોના કાળ એટલી તેજ રફતારે વધી રહ્યો છે તેવામાં લોકો કોરોના થી બચવા અને સારવાર લેવા હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેવામાં હોસ્પિટલમાં ગયા પછી પણ લોકો રામ ભરોસે છે તેવી સ્થિતિ છે કોરોના હોવાના કારણે તેમના સગા સંબધીઓને પણ મળવા નથી દેવતા તેમના દર્દી સાથે શુ થઇ રહ્યું છે તે ખબરજ નથી પડતી.

તેવામાં હોસ્પિટલોની બેદરકારીઓ પણ એક પછી એક સામે આવી રહી છે કોરોનાની સારવાર લેતા લેતા મૃત્યુ પામેલાનું મૃત શરીર બીજાને અપાઈ જાય છે, જે સાજા હોય તેમને મૃત જાહેરી બીજાનું મૃત શરીર આપી દેવામાં આવે છે તો ક્યારેક મૃતકને જીવીત બતાવવામાં આવે છે.
તેવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. ૦૬/૦૪/૨૦૨૧ ના રોજ અશ્વિન કનોજીયા સાથે તેમના પરિવાર જનો સાથે સારી રીતે વાત ચીત કરવામાં આવી અને પૂર્ણ સ્વસ્થ જોવા પણ મળ્યા હતા પરંતુ એ વાત તેમના પરિવાર જનો સાથેની છેલ્લી વાત હતી. ત્યાર બાદ તેવો બે દિવસથી અશ્વિન કનોજીયા  દર્દીનો સંપર્ક નહી થતા તેના પરિવારજનોને વારંવાર હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે તે દર્દી મળી આવ્યો નહોતો ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ગુમ થયેલાની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ પણ તેમની શોધમાં લાગી ગઇ હતી

 

ત્રણ દિવસ બાદ શોધખોળ કરતા દર્દીનું મૃતદેહ સિવિલ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવતા હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓનો જમાવડો થયો હતો. તેમણે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દર્દીઓના સગાનો હોબાળો જોઇને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આરએમઓની ઓફીસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

દર્દીની લાશ બાથરૂમ માંથી મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બીમારી સામે આવી હતી.

Related posts

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો