August 7, 2026
અપરાધ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી,શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 5 ઈસમો સહિત કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 5 ઈસમો સહિત કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે શહેર પોલીસે 6664 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 1034 વાહન માલિકોને મેમો આપીને રૂ. 6,29,900/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 177 વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રતિબંધિત હથિયારો મળી આવતા જી.પી. એક્ટ હેઠળ 17 કેસ નોંધવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 ઈસમો સાથે કુલ 37 ગુનેગારોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને સદર આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેવા મોકલી આપ્યા હતા

અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા 24 કલાકમાં અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં પોલીસે 969 ગુનેગારો સામે કાર્યવાહી કરી છે. 232 ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી હતી. 20 પાસા કેસ અને 271 પ્રોહી કેસ નોંધવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે શહેર પોલીસ ટીમ દ્વારા કુલ ૬૬૬૪ વાહનોનું ચેકિંગ હાથ ધરી, ૧૦૩૪ વાહન માલિકોને મેમો આપવામાં આવ્યાં હતા અને કુલ રૂ. ૬,૨૯,૯૦૦/- નો રોકડ દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો

આ ઉપરાંત પોલીસે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાન અને 1 મકાન, દરિયાપુરમાં રવિનું 1 મકાન, મેઘાણીનગરમાં 2 મકાન, શહેરકોટડામાં 1 મકાન અને સરદારનગરમાં 1 મકાન દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં ગુનાખોરી વિરુદ્ધ દ્રઢ કાર્યવાહી! અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં કુલ ૯૬૯ ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવી. ૨૩૨ ગુનેગારોની પૂછપરછ , ૨૦ પાસા કેસ અને ૨૭૧ પ્રોહી કેસોની નોંધણી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા 232 ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવીને કડક પૂછપરછ કરવામાં આવી હતી. તેમના ઈન્ટ્રોગેશન ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લુખ્ખાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

નાગરિકો અસામાજિક તત્વોની માહિતી આપી શકે તે માટે વોટ્સએપ નંબર 63566 25365 જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માત જોવા ગયેલા પીજીના યુવાનો ખુદ અકસ્માતનો ભોગ બન્યા, બે કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

Ahmedabad Samay

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો