September 22, 2026
અપરાધ

નરોડા વિસ્તારના એક જ ફ્‌લેટમાં રહેતા ૬ વર્ષિય બાળક પર ૯ વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય આચર્યું હતું. જ્‍યારે ૧૪ વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો

નરોડા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં એક જ ફ્‌લેટમાં રહેતા ૬ વર્ષિય બાળક પર ૯ વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય આચર્યું હતું. જ્‍યારે ૧૪ વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો હતો. જો કે, થોડા જ સમયમાં વીડિયો વાયરલ થઇ ગયો હતો અને આ અંગે સગીરની માતાને જાણ થઇ હતી. જેથી નરોડા પોલીસ મથકમાં સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય, પોક્‍સો અને એટ્રોસિટી એક્‍ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

નરોડા વિસ્‍તારમાં રહેતા રેણુકાબહેન (ઓળખ છૂપાવવા નામ બદલ્‍યું છે) ૨૦ માર્ચના રોજ પોતાના ઘરે સાંજે હાજર હતા ત્‍યારે તેમની પાડોશમાં રહેતા નાના ભાઇ તેમની પાસે આવ્‍યા હતા અને તેમના બાળકનો એક વીડિયો મોકલી આપ્‍યો હતો. આ વીડિયો જોતા તેમના ફ્‌લેટના નીચેના ભાગે તેમના જ ફ્‌લેટમાં રહેતો સગીર બીભત્‍સ હરકત કરી રહ્યો હતો. જેથી તાત્‍કાલીક રેણુકાબહેને તેમના દીકરાને આ મામલે પુછપરછ કરી હતી. પરંતુ તે કંઇ જ કહેવા તૈયાર ન હતો. જેથી વીડિયો મામલે તેમના સોસાયટીના ચેરમેન સાથે વાત કરી હતી અને તેમને મળ્‍યા હતા તથા વીડિયો બતાવ્‍યો હતો.

ત્‍યારે ચેરમેને જણાવ્‍યું હતું કે, આ વીડિયો કેટલાક દિવસોથી આપણી સોસાયટીના ગ્રૂપમાં ફરે છે. વીડિયોમાં દેખાતો સગીર ૯ વર્ષિય અને તેમના જ ત્‍યાં રહેતો હોવાનું જાણવા મળ્‍યું હતું.

સોસાયટીના સભ્‍યોને એકત્ર કરી ૯ વર્ષિય સગીરના ત્‍યાં પહોંચ્‍યા હતા. ત્‍યારે વીડિયોમાં તે જ હોવાનું જણાવ્‍યું હતું. જ્‍યારે વીડિયો ૧૪ વર્ષિય ભાઇએ તેના મોબાઇલમાં ઉતાર્યો હોવાનું જણાવ્‍યું હતું. જેથી રેણુકાબહેન ૧૪ વર્ષિય સગીર પાસે ગયા હતા. ત્‍યારે તેણે વીડિયો પોતાના ફોનમાંથી ડિલીટ કરી દીધો હોવાનું કહ્યું હતું. આ મામલે ઘણી માથાકુટ બાદ મામલો નરોડા પોલીસ મથકમાં પહોંચ્‍યો હતો. જ્‍યાં ૯ અને ૧૪ વર્ષિય સગીર સામે જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

વીડિયો ઉતારનાર, વાયરલ કરનાર અને સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય ગુજારનાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરોની પોલીસે ધરપકડ કરી હતી. ત્‍યારબાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્‍યાં સગીરો તરફે જામીન અરજી કરાઈ, જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય ગુજાર્યું નથી, સંતાકુકડીની રમત રમતા હતા, ત્રણેય સ્‍કૂલમાં અભ્‍યાસ કરે છે અને તેમની ૨૬મીના રોજ પરીક્ષા છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન મુક્‍ત કરવા જોઇએ. સરકાર તરફે જામીન અરજીનો વિરોધ કરાયો હતો. બન્ને પક્ષની રજૂઆત બાદ જુવેનાઇલ જસ્‍ટિસ બોર્ડે (જુવેનાઇલ કોર્ટ) આરોપીઓના શરતોને આધારે જામીન આપ્યા છે.

Related posts

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

કુખ્‍યાત અમેરિકન જાતીય ગુનેગાર જેફરી એપ્‍સટિન સંબંધિત દસ્‍તાવેજો બહાર આવતા વિશ્વભરમાં ખળભળાટ, મોટા મોટા નેતાઓના રાજીમાં આપવાની ફરજ પડી

Ahmedabad Samay

ખૂનની કોશીષ તથા મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ફેઝલખાન ઉર્ફે પઠાણની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

Ahmedabad Samay

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો