November 19, 2026
તાજા સમાચારરાજકારણ

લોકસભામાં આજે 35 સરકારી સુધારાઓ સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી

લોકસભામાં આજે 35 સરકારી સુધારાઓ સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

ફાઈનાન્સ બિલમાં 35 સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો 2025-25 માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે કુલ રૂ. 50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે.

સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા તેમજ ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઈનાન્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. નિર્મલા સીતારમણે જણાવ્યા પ્રમાણે, તેમાં કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારો, તદુપરાંત નીચા ઉત્પાદન ખર્ચ અને ડ્યુટીમાં ઘટાડો કરવા સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ સામેલ છે.

કસ્ટમ ડ્યૂટીમાં આપી રાહત

નવુ ફાઈનાન્સ બિલ આયાતકારોને  સેસ અથવા સરચાર્જમાં રાહતનો લાભ મેળવી શકશે. જો કે, બંનેનો લાભ એકસાથે મળશે નહીં. સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા માટે સરકારે ઈવી બેટરી માટે જરૂરી 35 વધારાના કેપિટલ ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી 28 કેપિટલ ગુડ્સને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે.

(4:48 PM IST)

Related posts

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

બિહારમાં BJP એ “ચાણક્ય”, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો