આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઇ આતંક મચાવ્યો,લોકોએ મેથીપાક આપ્યો પછી પોલીસ લઈ ગઈ,લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર અમદાવાદના આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હોવાના અહેવાલો પ્રસારિત થયા છે. : કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાતું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી.
ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો તેવી ચર્ચા છે. કાર ચાલકનું નામ રીપલ પંચાલ ખૂલ્યું છે.અકસ્માત બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એવી પણ ચર્ચા છે.
આ મામલે રિપલની પત્ની દ્વારા પતિનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.
અમદાવાદનાં આંબલી ઇસ્કોન રોડ પર નશેડી નબીરા રિપલ પંચાલે હિટ એન્ડ રન કરીને લોકોનાં જીવ જોખમમાં મૂકી દીધા હતા. અકસ્માત સમયે દારૂનાં નશામાં ધૂત રિપલને સ્થાનિકોએ ઢોર માર મારી પોલીસને હવાલે કર્યો.હાલ તેની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન, રિપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. રિપલ પંચાલની પત્ની કાનન પંચાલે પતિનો લૂલો બચાવ કરતા કહ્યું કે, રિપલે નશો કર્યો નહોતો. કાનન પંચાલે કહ્યું કે, રિપલ માનસિક બીમાર છે. સવારે દવાનું સેવન કર્યા બાદ તેની અસર થઇ હશે.
જો કે, રિપલ પંચાલની પત્નીનાં નિવેદન બાદ સવાલ એ થાય છે કે શું આટલી મોંઘી કાર ચલાવનાર રિપલ માનસિક બીમાર છે ? શું કોઇ કંપનીનો ડાયરેક્ટર માનસિક બીમાર હોઇ શકે ?
નોંધનીય વાત એ છે કે, અકસ્માતની ઘટના મીડિયા સમક્ષ જાતે નશાનું સેવન કરવાની કબૂલાત કરવા છતાં પત્ની દ્વારા પતિનો બચાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, પોલીસ દ્વારા રિપલને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે. સાથે જ FSL ટીમ દ્વારા સ્પીડ ચેક કરવામાં આવશે”