જમ્મુ ઍરપોર્ટના ટેકિનિકલ એરિયામાં એક જબરદસ્ત રહસ્યમયી વિસ્ફોટ થયો હોવાના જાણવા મળ્યું છે. તેમજ બે વિસ્ફોટનો અવાજ પણ સાંભળવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ રાત્રે બે વાગે ટેકિનિકલ એરિયામાં થયો જેનો ઉપયોગ ભારતીય વાયુ સેના કરે છે. આ વિસ્ફોટમાં બે કર્મચારીઓ ઘાયલ થયા હોવાની ખબર છે.
અહેવાલો મુજબ ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળની તપાસ માટે પહોંચી છે અને ત્યાંથી અમુક નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં છે. બૉમ્બ ડિસ્પોઝલ ટીમને પણ ત્યાં રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ ઍરપોર્ટ પર થયેલા વિસ્ફોટ બાબતે ભારતીય વાયુ સેનાએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ બે વિસ્ફોટ ઓછી તીવ્રતાના હતા.
વાયુ સેનાએ જણાવ્યા મુજબ વિસ્ફોટ રવિવારેની વહેલી સવારે ટેકનિકલ એરિયામાં થયાં. એક વિસ્ફોટને કારણે ઇમારતની છતને નુકસાન થયું છે અને અને અન્ય વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો છે. વાયુ સેનાએ કહ્યું કે આ વિસ્ફોટમાં કોઈ નુકસાન નથી થયું અને નાગરિક એજન્સીઓ સાથે તેની તપાસ ચાલી રહી છે.