કિરણ પટેલ અને માલિની પટેલે જીપીસીબી લાયસન્સ અપાવવાના નામે વેપારી પાસેથી 42 લાખ રૂપિયા લીધા હોવાની છેતરપિંડી મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરી એક ફરીયાદ નોંધવામાં આવી છે. ખોટી ઓળખ આપીને રુપિયા પડાવ્યા હોવાના મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
મહાઠગ કિરણ પટેલ સામે એક પછી એક અનેક ફરીયાદો કરવામાં આવી છે. ત્યારે હવે કિરણ પટેલની સાથે માલિની પટેલ સામે ફરીયાદ કરવામાં આવી હતી. મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી હોવાના મામલે ફરીયાદ કરવામાં આવી છે.
જીપીસીબીનું લાયસન્સ અપાવવા 42 લાખ લીધા હતા. ક્લાસ 1 અધિકારી તરીકે ઓળખ આપીને પડાવ્યા હતા. લાયન્સ ન કરાવી આપી માત્ર 11.75 લાખ પરત કર્યા. 31.11 લાખ રુપિયા પરત આપ્યા જ નહીં. કિરણ પટેલ અને માલિની પટેલે ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. ત્યારે કિરણ પટેલના નામે અનેક છેતરપિંડીની ફરીયાદો નોંધાઈ છે. અગાઉ ગુજરાતમાં લાવીને પણ તપાસ તેજ કરાઈ હતી. ત્યારે એક પછી એક ફરીયાદો આ મામલે છેતરપિંડીની હવે બંનેના નામે નોંધાઈ રહી છે.