October 1, 2026
અપરાધ

અમદાવાદમાં એક શ્વાને એક ચોરીના ગુનાને ઉકેલવા પોલીસને મદદ કરી.

ડોબરમેન બ્રીડની ઓરિયો (Oriyo) નામની એક માદા શ્વાને અમદાવાદના મણીનગરમાં થયેલી ચોરીનો કેસ કલાકોમાં ઉકેલ્યો હતો.

ગત શુક્રવારની મોડી રાત્રે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ઉદ્યોગપતિના ઘરમાં ચોરી થઇ હતી. તસ્કરોએ રોકડ, લક્ઝરી ઘડિયાળો, એક આઇફોન સહીત કુલ 13.96 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ઉદ્યોગપતિએ તરત જ પોલીસને ફોન કર્યો, પોલીસે સમય ગુમાવ્યા વગર તાત્કાલિક કાર્યવાહી શરુ કરી.
અધિકારીઓએ CCTC ફૂટેજ તપાસ્યા, જેમાં એક શખ્સ કમ્પાઉન્ડ વોલ કૂદતા દેખાયો. જોકે વીડિયો અસ્પષ્ટ હતો, જેને કારણે તસ્કરની ઓળખ અશક્ય હતી. મર્યાદિત પુરાવા સાથે, મણિનગર પોલીસે ફક્ત બોડી લેંગ્વેજના આધારે પાંચ શંકાસ્પદોને ધરપકડ કરી, જોકે તમામે આ ચોરીમાં સંડોવણીનો ઇનકાર કર્યો.

પોલીસ અધિકારીએ શ્વાન યુનિટનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારી ઓરિયો સાથે અડધા કલાકમાં ઘટના સ્થળે પહોંચ્યા, આ સાથે જ તપાસમાં વળાંક આવ્યો. ઓરિયોએ રોકડ અને કિંમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવી હતી એ ડ્રોઅર સુંઘ્યું. ઓરીયોએ ગંધ સુંઘી લીધી, ત્યાર બાદ ઓરીયોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી જ્યાં શંકાસ્પદોને રાખવામાં આવ્યા હતાં.

પોલીસ  સ્ટેશનમાં પાંચેય શંકાસ્પદોને ઓરિયો સામે લાવવામાં આવ્યા, પહેલા તમામ શંકાસ્પદો શાંત દેખાતા હતા. પહેલા ઓરિયોએ રૂમમાં આમથી તેમ આંટા માર્યા પછી અચાનક એક શંકાસ્પદ પાસે અટકી ગઈ અને શંકાસ્પદની છાતી પર કૂદી પડી. ગભરાયેલા શંકાસ્પદે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધું.

આરોપીની કબુલાત મુજબ પોલીસે તેના ઘરની તપાસ કરી અને ચોરી થયેલી તમામ વસ્તુઓ મળી આવી. ઓરિયોની કુશળતાને કારણે આ કેસ કલાકોમાં ઉકેલાઈ ગયો. ઓરિયોની મદદ વગર આ કેસ ઉકેલવામાં પોલીસને ખુબ મુશ્કેલી પડી હોત અને સમય અને રિસોર્સીસનો પણ વેડફાટ થયો હોય. હવે ઓરીયોને શાબાશી મળી રહી છે.

 

Related posts

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા 1 લાખ 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

સિડનીમાં બોન્‍ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ દરમિયાન થયો આતંકવાદી હુમલો, અત્યાર સુધીનો ઘાતક હુમલો માનવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો