September 24, 2026
અપરાધદેશ

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મના સમાચાર પ્રકાશમાં આવ્‍યા બાદ ગઈકાલ રાતથી તણાવ છે. આરોપ એ છે કે ૭૬ વર્ષીય ઉસ્‍માન લાંબા સમયથી છોકરી સાથે દુષ્‍કર્મ કરી રહ્યો હતો. જેને લઈને બુધવારે રાત્રે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. મધ્‍યરાત્રિએ તોડફોડ અને પથ્‍થરમારા બાદ ગુરુવારે પણ તણાવની સ્‍થિતિ છે.

મોટાભાગની શાળાઓ, કોલેજો અને બજારો બંધ છે. પોલીસનો ભારે બંદોબસ્‍ત દેખાઈ રહ્યો છે. હિન્‍દુ સંગઠનો અને વકીલોએ પણ પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરવા માટે સરઘસ કાઢયું હતું.

બુધવારે મોડી રાત્રે, ઉસ્‍માન નામના વ્‍યક્‍તિ પર કિશોરી સાથે દુષ્‍કર્મ કરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. આ મામલાની માહિતી મળતા જ સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશન પહોંચી ગયા અને સૂત્રોચ્‍ચાર શરૂ કરી દીધા. ગુસ્‍સે ભરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી અને લોકો પર હુમલો કર્યો. મલ્લીતાલ વિસ્‍તારમાં કેટલાક અજાણ્‍યા લોકોએ મસ્‍જિદ પર પથ્‍થરમારો કર્યો. મોટી સંખ્‍યામાં પોલીસ દળ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબુમાં લીધી હતી.

વિરોધ કરનારાઓએ ગુરુવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સવારથી જ પોલીસ સ્‍ટેશન અને આસપાસના વિસ્‍તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

સાવચેતીના ભાગરૂપે DSB કેમ્‍પસ સહિત ઘણી શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. પોલીસે તોડફોડ અને પથ્‍થરમારો કરનારાઓ પર લાઠીચાર્જ કર્યો.

Related posts

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ: કરણી સેના

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર ચોંટી ગઈ પાછળ આવતી કાર ઘુસી જતા ટ્રાફિકજામ

Ahmedabad Samay

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો