June 22, 2026
ગુજરાત

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

આજે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે ત્યારે શૈલેષભાઈની પત્ની શીતલબેનએ કહ્યું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાને આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે.

મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે. સાથે સાથે બીજા જે 25 ભાઈઓના જીવ ગયા છે. તેમની આત્માને પણ શાંતિ મળશે અને સરકારને હું હજુ એક અપીલ કરવા માંગું છું કે મહારાષ્ટ્રની સરકારે અહીંયાના લોકોને સહાય કરી છે, ત્યારે ગુજરાત સરકાર મને તેનાથી વધારે સહાય કરશે અને મને અને મારા દીકરાઓને સારી રીતે ન્યાય અપાવશે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ હિંમતભાઈ કળથિયા સુરતના વતની હતા અને તેઓ હાલમાં મુંબઈ રહેતા હતા. તેઓ બે બાળકો અને પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં તેઓનું પણ મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પણ સુરત શહેરમાં કરવામાં આવ્યા હતા. આજે જયારે ભારત સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે અને આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તનાબુદ કર્યા છે ત્યારે આ કાર્યવાહીથી મૃતક શૈલેષભાઈની પત્ની શીતલબેનએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પતિની આત્માને શાંતિ મળશે તેમ જણાવ્યું હતું.

Related posts

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો