August 13, 2026
અપરાધગુજરાત

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

હીરાવાડી ખાતે સામન્ય બોલાચાલી ને કારણે યુવક પર થયો હુમલો, મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો, પોલીસ ફરીયાદ હોવા છતાં અસામાજિક તત્વો ફરી રહ્યા છે બિન્દા,

રાહુલ ગુડદેએ આ તમામ ઘટના હકીકત જણાવી કે તારીખ ૦૭/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યાની આસપાસ ચંદ્રકાંત ઘાંચીની ચાલીમાં રહેતા મારા મિત્ર કાંતિભાઈ પ્રભુભાઈ સરાગરા નાઓની સાથે તેમની ચાલીમાં રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈ ર બારી તથા નવઘણભાઈ ઈશ્વરભાઈ રબારી નાઓએ સવારના સમયે બોલચાલી ઝઘડો કરેલ હતો જેથી હું મારા મિત્ર કતિભાઈ ની ખબર અંતર પુછવા તથા સંજયભાઈ અને નવઘણભાઈ ને સમજાવવા માટે  એકલો ગયેલ અને પોણા અગિયારેક વાગ્યાની આસપાસ ચંદ્રકાંત ઘાંચીની ચાલીના નાકે પહોંચેલ જ્યાં સંજયભાઈ ઈશ્વરભાઇ રબારી તથા નવઘણભાઈ ઈશ્વરભાઈ રબારી તથા પ્રિન્સ રણછોડભાઈ રબારી આ ત્રણેય રહે, ચંદ્રકાંત ઘાંચીની ચાલી, પાણીની ટાંકી સામે, અનિલ સ્ટાર્ચ રોડ, અમદાવાદ શહેર નાઓ તેમના હાથમાં લાકડાના દંડા લઈને ઉભેલ હતા જેથી હું તેઓને સમજાવવા ગયેલ કે “તમે અંદરો અંદર શા માટે ઝઘડો ” છો ?

આ વાત સાંભળતાજ  સંજયભાઈ રબારી મને ઉશ્કેરાઈને મનફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને તેઓની હાથમાં રહેલ લાકડાના ડંડા વડે મને ડાબા હાથની કોણીના ભાગે એક ફટકો મારી દીધેલ અને આ નવઘણભાઈ તથા પ્રીન્સ પણ મારી સાથે જપાજપી કરી ગદડાપા ટુનો માર મારવા લાગેલ જેથી હું અત્યંત ગભરાઈ ગયેલ અને ત્યાંથી મારો જીવ બચાવી ભાગવા લાગેલ બાદ મારી ચાલીના ના કે પહોંચીને મેં બૂમાબૂમ કરતા ત્યાંના રહેવાસીઓ ૧૦૮ માં ફોન કરેલ અને મને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ અંહી શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરાઈ છે,

Related posts

મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર ચોંટી ગઈ પાછળ આવતી કાર ઘુસી જતા ટ્રાફિકજામ

Ahmedabad Samay

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય નેટવર્કના ગોકુલ પ્રકરણનું સફળ પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો