September 21, 2026
ડેમેજ રોડ
ગુજરાત

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહીતના વિસ્તારમાં સૌથી વધુ ૧૬૦૦થી વધુ ખાડા પડયા છે.

નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડે છે. લોકોને પડતી હાલાકીની કોર્પોરેશનના અધિકારીઓને પડી નથી.એમને તો બસ તેમની ઉપરના સાહેબને અમે આટલા ખાડા પુર્યા એ બતાવવુ છે.

શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસબ્રિજ,પાલડી,વાસણા, નારણપુરા, નવરંગપુરા હોય કે નવા વાડજ, રાણીપ અથવા તો ચાંદખેડા આ તમામ વિસ્તારોમાં એક મહિનામાં ૧૬૧૩ ખાડા અને ૧૧૩ ભુવા મળી કુલ ૧૭૬૫ ખાડા પડયા હતા.જે તમામનુ સમારકામ કરી દેવાયુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળે છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહીત અન્ય વિસ્તારના રોડ ૬૪૮ ખાડા પડયા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ત્રણ હજારથી પણ વધુ ખાડા ત્રણ દિવસમાં પુરવા સુચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડા પુરવાની શરુઆત કરાઈ છે. પરંતુ ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવતુ નહીં હોવાથી ફરી એજ સ્થળે ખાડા પડી જતા હોય છે.

Related posts

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો