ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે આજે પૂર્ણ થઇ ગઇ છે, અમદાવાદના નવા મેયર કોણ હશે તે લોકોના મનમાં સવાલો ચાલી રહ્યા હતા તેના પરથી હવે પડદો ઉઠી ગયો છે.
અમદાવાદમા મેયર તરીકે પ્રતિભા જૈનને ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે દેવાંગ દાણી સ્ટેન્ડિંગ ચેરમેન અને જતિન પટેલ ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે પિંકીબેન સોનીની વરણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રી ના નામની જાહેરાત કરાઇ છે,
અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી નવ નિયુક્ત મેયર શ્રી ને હાર્દિક શુભેચ્છાઓ