અમદાવાદ શહેરના નોબલ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીને ભીલવાસમાં રહેતા એક યુવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરમાં રહેતી એક યુવતીએ એનજીઓના મારફતે યુવક સહિત પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં બળાત્કાર સહિત મારપીટ તેમજ ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો છે. યુવતીના જણાવ્યા મુજબ આરોપી યુવક અમિત મકવાણા હાલ સેનામાં ફરજ બજાવે છે. લેહ લદાખ ખાતે પોસ્ટીંગ છે. અમિતે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે લગ્નની સંમતિ થયા બાદ અમિત અને પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં મેરેજ વગર અમિતના પરિવારજનો પીડિતાને સાથે ઘરે લઇ ગયા હતા.