બાબા બાગેશ્વરનો ઓંગણજમાં આજે યોજાનારો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ થયો છે. ત્યારે જીએમડીસીમાં કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. જો કે, ઓંગણજનો કાર્યક્રમ રદ થતા નવા કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવશે.
અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ બાદ આકાશમાં વાદળો છવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ વરસાદ પડી શકે છે. વરસાદના કારણે આજનો ઘીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનો કાર્યક્રમ રદ થયો છે.
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજવાના હતા પરંતું ઓંગણજમાં વરસાદની સ્થિતિ અને ગઈકાલે પડેલા વરસાદ બાદ ત્યાં બેસી શકે તેવી વ્યવસ્થા આજે થઈ શકે તેમ ના હોવાથી આ કાર્યક્રમ રદ થતા નવા સ્થળ સાથેનો કાર્યક્રમ જલદી જાહેર કરવામાં આવશે, જો કે, સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં જીએડીસી ગ્રાઉન્ડ ખાતે તેમનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે.
પાકિસ્તાનવાળું નિવેદન સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે વાયરલ
છેલ્લા કેટલાક દિવસથી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના કાર્યક્રમમાં આપેલું તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતની જનતાન સંબોધતા કહ્યું હતું કે અમે ભારત કે પાકિસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. બાગેશ્વર ધામ સરકારે સુરતના લિંબાયત ખાતેના ભવ્ય દૈવી દરબારથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી. આ પછી તેઓ બનાસકાંઠા પહોંચ્યા હતા અને મા અંબેના આશીર્વાદ લીધા હતા. સુરતના કાર્યક્રમમાં ભારે ભીડ દિવ્ય દરબારમાં પહોંચી હતી. આ ઉપરાંત અન્ય ધર્મોના ગુરુઓ અને સંતો પણ દિવ્ય દરબારનો ભાગ બન્યા હતા. જ્યાં તેમને પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું તેવું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર તેમનું આ નિવેદન વાયરલ થઈ રહયું છે.