September 22, 2026
દુનિયા

નેપાળમાં રાષ્ટ્રીય કટોકટી, પ્રધાનમંત્રી, ગુહમંત્રી અને રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામુ, નેપાળ ભગવાન ભરોસે

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ઉગ્ર હોબાળો આજે પણ ચાલુ રહ્યો. કાઠમંડુમાં રસ્‍તાઓ આખો દિવસ સળગતા રહ્યા અને આખરે દેશના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્‍યું. ગઈ કાલે મોડી રાત્રે ફેસબુક, વોટ્‍સએપ અને એક્‍સ જેવી સોશિયલ મીડિયા સાઇટ્‍સ ફરી શરૂ કરવામાં આવી. આ વિરોધ પ્રદર્શનોમાં અત્‍યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૯ લોકો માર્યા ગયા છે અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવતું હતું કે આ પછી પરિસ્‍થિતિ કાબૂમાં આવશે, પરંતુ પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ રહી છે. રાષ્‍ટ્રપતિના ઘરને સળગાવ્‍યા પછી, વિરોધીઓ મંત્રીઓના નિવાસસ્‍થાન તરફ વળ્‍યા છે. તેઓ જે રીતે હિંસક રીતે ત્‍યાં જઈ રહ્યા છે તે જોઈને, સેના હેલિકોપ્‍ટરથી તેમને બચાવવા પહોંચી ગઈ છે. ઘરોમાં ફસાયેલા મંત્રીઓને હેલિકોપ્‍ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. નેપાળની આ સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ભારત- નેપાળ સરહદ પર હાઇએલર્ટ કરાયુ. પ્રદર્શનકારીઓએ સંસદ ભવન સહિત અનેક સરકારી ઇમારતોને નુકશાન પહોંચાડયુ અને ડેપ્‍યુટી પીએમની ધોલાઇ કરી.

જનરલ-જી વિરોધીઓએ રાષ્‍ટ્રપતિના અંગત નિવાસસ્‍થાન, વડા પ્રધાનના નિવાસસ્‍થાન અને ઘણા મંત્રીઓના ઘરો પર કબજો કર્યો છે અને તોડફોડ કરી છે અને આગ લગાવી દીધી છે. જાણો ત્‍યાં અત્‍યાર સુધી શું થયું છે. પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્‍પ કમલ દહલ ‘પ્રચંડ’ અને શેર બહાદુર ‘દેઉબા’ના ઘરો પર હુમલો કર્યો અને તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આ દરમિયાન, ટોળાએ ગળહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશાવ્‍યવહાર મંત્રી  સુબ્‍બા ગુરુંગના નિવાસસ્‍થાનને પણ નિશાન બનાવ્‍યું. અત્‍યાર સુધી નેપાળના  મંત્રીઓના રાજીનામાના સમાચાર સામે આવ્‍યા છે, જેમાં આરોગ્‍ય, કૃષિ અને ગૃહમંત્રીનો સમાવેશ થાય છે. અન્‍ય બે મંત્રીઓ કયાં છે તે જાણી શકાયું નથી.

આ ઘટનાની નૈતિક જવાબદારી લેતા ગૃહમંત્રી રમેશ લેખકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરિસ્‍થિતિ વણસતી જોઈને, નેપાળના અત્‍યાર સુધીમાં ત્રણ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે અને ખુદ પીએમ ઓલી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દેશ છોડીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે. બેકાબૂ પ્રદર્શનકારીઓને ધ્‍યાનમાં રાખીને, કાઠમંડુના રસ્‍તાઓ પર સેના તૈનાત કરવામાં આવી છે. સોમવાર બપોર સુધી કેટલાક વિસ્‍તારોમાં રહેલી આ અરાજકતા હવે કાઠમંડુ ઉપરાંત પોખરા, બુટવાલ, ભૈરહવા, ભરતપુર, ઇટાહારી અને દમક જેવા શહેરોમાં ફેલાઈ ગઈ છે.

નેપાળમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો બાદ, કાઠમંડુનું આંતરરાષ્‍ટ્રીય વિમાનમથક બંધ કરી દેવામાં આવ્‍યું છે. એવું કહેવામાં આવ્‍યું છે કે વડા પ્રધાન તમામ મંત્રીઓ સાથે દેશ છોડીને જવાના છે. એરપોર્ટ પર વિમાનો અને હેલિકોપ્‍ટર તૈયાર રાખવામાં આવ્‍યા છે. દરમિયાન, માહિતી અનુસાર, કાઠમંડુ જનારા ઘણા વિમાનો હવે હવામાં ચક્કર લગાવી રહ્યા છે.

દિલ્‍હી, ઢાકા, બેંગકોકથી કાઠમંડુ જનારા વિમાનો હવે હવામાં ચક્કર લગાવી રહ્યા છે કારણ કે એરપોર્ટ બંધ છે. જોકે, તે સ્‍પષ્ટ નથી કે એરપોર્ટ કેટલો સમય બંધ રહેશે અને કેટલા સમય સુધી વિમાનો હવામાં ચક્કર લગાવતા રહેશે કે તેઓ બીજે કયાંક ઉતરશે.

નેપાળમાં ચાલી રહેલા ઉગ્ર હોબાળા વચ્‍ચે, નેપાળના રાજા પણ પ્રવેશ કરી ચૂકયા છે. તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપ્‍યો છે અને કહ્યું છે કે નવી પેઢીના લોકોની સમસ્‍યાઓ સમજી શકાતી નથી. તેમણે કહ્યું કે તેમની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. કાઠમંડુમાં, આંદોલનકારીએ કોટેશ્વર પોલીસ ચોકીમાંથી પોલીસ બંદૂક લૂંટી લીધી. કાઠમંડુમાં, વિરોધીઓએ કથિત ભ્રષ્ટાચાર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્‍યો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્‍યું અને આગ લગાવવામાં આવી. આ સમયે, કાઠમંડુના રસ્‍તાઓ પર બળવાની આગ એવી રીતે સળગી રહી છે કે દરેક જગ્‍યાએ ધુમાડો છે.

નેપાળમાં બે દિવસના હોબાળા પછી, સેનાએ મોરચો સંભાળી લીધો છે. પરિસ્‍થિતિ બગડતી જોઈને, સેનાએ પીએમ કેપી ઓલીને રાજીનામું આપવા કહ્યું છે. નેપાળી સેના પ્રમુખે કહ્યું છે કે પીએમ ઓલીએ હવે પદ છોડવું જોઈએ.

કાઠમંડુમાં પ્રદર્શનકારીઓના હિંસક ટોળાએ હોબાળો મચાવ્‍યો છે. શહેરની શેરીઓ યુદ્ધના મેદાન જેવી લાગે છે, જ્‍યાં સેના અને પોલીસ વિરોધીઓથી ઘેરાયેલી છે પરંતુ પીછેહઠ કરવાને બદલે, તેઓ હોબાળો મચાવી રહ્યા છે. રાષ્‍ટ્રપતિના ઘરને આગ લગાવ્‍યા પછી, હવે પ્રદર્શનકારીઓએ પીએમ ઓલીના ખાનગી નિવાસસ્‍થાનને પણ આગ લગાવી દીધી છે.

નેપાળમાં ચાલી રહેલી પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, તમામ સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ્‍સ બંધ કરી દેવામાં આવી છે. નેપાળનું આંતરરાષ્‍ટ્રીય વિમાનમથક બંધ કરી દેવામાં આવ્‍યું છે અને સ્‍થાનિક વિમાનમથકો પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે.

કાઠમંડુમાં, પ્રદર્શનકારીઓનું હિંસક ટોળું રાજકારણીઓના ઘરોમાં તોડફોડ કરી રહ્યું છે. રાષ્‍ટ્રપતિના વ્‍યક્‍તિગત નિવાસસ્‍થાનને આગ લગાવ્‍યા પછી, મંત્રીઓને તેમના ઘરમાંથી બહાર કાઢવા માટે હેલિકોપ્‍ટરનો ઉપયોગ કરવો પડ્‍યો. ગુસ્‍સે ભરાયેલા ટોળાએ ગળહમંત્રી રમેશ લેખકના ઘર પર હુમલો કર્યો છે. તેમણે માત્ર ત્‍યાં પથ્‍થરમારો જ નહીં પરંતુ ઉર્જા મંત્રીના ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, રાષ્‍ટ્રીય સ્‍વતંત્ર પાર્ટીના ૨૧ સાંસદોએ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે

Related posts

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

બિલાવલ ભટ્ટો બાદ પાકિસ્તાનની મંત્રી સાઝિયા મર્રીએ ભારત વિશે ઝેર ઓક્યું

Ahmedabad Samay

ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઓસ્કાર ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી

Ahmedabad Samay

UAE માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર,૨૩ જૂન થી ફ્લાઇટ શરૂ થઇ શકશે

Ahmedabad Samay

પાકિસ્તાનની દુર્દશા તો જુઓ, અહીંના લોકોને મરવા પર પણ લાગ્યો ટેક્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો