સુપ્રસિદ્ધ યાત્રાપીઠ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે એક મહત્ત્વના સમાચાર.
મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર માતાજીના દર્શન અને ત્યાં સુધી પહોંચાડતી રોપ-વેની સુવિધા તારીખ 14 ઓક્ટોબર, 2025ના દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષા અને પહાડની જાળવણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્વત પરના પથ્થરોના ગુણધર્મની ચકાસણી માટે ‘જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સરવે’ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.આ વૈજ્ઞાનિક સરવે દ્વારા પહાડની સ્થિરતા અને મજબૂતીનું આકલન કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આ તપાસ જરૂરી હોવાથી, એક દિવસ માટે ગબ્બર પરની તમામ ગતિવિધિઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
