December 3, 2024
ધર્મ

જાણો આ સપ્તાહ રહેશે કઇ રાશિનું ખાસ અને કોને સાચવીને રહેવું પડશે ષડ્યંત્ર થી. જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા સાપ્તાહિક રાશિફળ

 

મેષ રાશિ

મેષ
મેષ

ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેશે. સંતાન સાથે જોડાયેલ કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ બની રહેશે. ધન સાથે જોડાયેલ કોઇ પણ પ્રકારની લેવડદેવડ ન કરવી. કોઈના દગાનો શિકાર બની શકો છો. પ્રેક્ટીકલ રહેવુ જરૂરી છે. વધારે આદર્શવાદી બનવું તમારા માટે નુકસાનદાયક હોઈ શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓ અત્યારે ઓછી રહેશે. પરંતુ જરૂરિયાત મુજબ કામ બનતા જશે, માટે ધીરજ અને સંયમ રાખવો. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ નથી. ઓફિસની વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે. પતિ પત્ની સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થા અને ઉચિત બનાવી રાખશે. બહારના લોકોને પોતાના ઘરમાં દખલઅંદાજી ન કરવા દેવી.

વૃષભ રાશિ

વૃષભ
વૃષભ

કેટલાક રાજનૈતિક લોકો સાથે સંપર્ક વધારે સારા બનશે. તમારી લોકપ્રિયતા પણ વધશે. સમાજ સેવાના કામમાં તમારા નિસ્વાર્થ યોગદાનથી તમારી પ્રતિષ્ઠા વધશે, સાથે જ આર્થિક યોજનાઓ સરળતાથી ફળીભૂત થશે. ધ્યાન રાખો કોઈ નજીકના વ્યક્તિ જ બદલાની ભાવનાથી તમારા માટે કોઈ ષડયંત્ર બનાવી શકે છે. પરિસ્થિતિઓને ગુસ્સાને બદલે શાંતિથી ઉકેલવી સારી રહેશે. અભિમાન જેવી સ્થીતી તમારી અંદર ન આવવા દેવી. કામના ક્ષેત્રે અત્યારે ગતીવિધિઓ અનુકૂળ નહીં રહે. આ સમય તમારી કાર્ય પ્રણાલી સાથે જોડાયેલ અને વધારે મનન ચિંતન કરવાનો છે. નોકરી કરતા લોકોએ કામકાજમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી, કોઈ પૂછપરછ વગેરે થઇ શકે છે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે. ધ્યાન રાખવું કે તેની નકારાત્મક અસર તમારા ઘર પરિવાર ઉપર ન પડે. સંબંધોમાં સમય બરબાદ ન કરવો.

મિથુન રાશિ

મિથુન
મિથુન

છેલ્લા કેટલાક સમયથી અટકેલા કામ હોય તો તે પૂરા થતા જશે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવાથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. સંતાનોની કારકિર્દી અથવા તો અભ્યાસ સાથે જોડાયેલ કોઈ ચિંતાનું સમાધાન મળશે. કોઈપણ મુદ્દા પર પ્રતિક્રિયા કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવું. ઉતાવળ અને ગુસ્સામાં પરિસ્થિતિ બગડી શકે છે. બિનજરૂરી કામમાં પૈસા બરબાદ ન કરવા. તમારા બજેટનું ધ્યાન રાખવું. તમારી વ્યવસાયિક ગતિવિધિઓનું ગંભીરતા અને બારીકી થી મૂલ્યાંકન કરવાની જરૂર છે. વર્તમાન સમયે વધારે લાભની આશા ન રાખવી. કામના ક્ષેત્રે કેટલીક મુશ્કેલીઓ સામે આવશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરિવારનો સાથ તેમજ સહયોગ તમારું મનોબળ બનાવી રાખશે. તેમજ દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે.

કર્ક રાશિ

કર્ક

તમે તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ અને અશુભ એ બંન્ને પક્ષોમાં સારો તાલમેલ બનાવી રાખશો, જેને લીધે તમારી કાર્યક્ષમતાના સારા પરિણામ મળશે. કોઈ નજીકના મિત્રની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિનું ધ્યાન રાખવું. બિનજરૂરી કામમાં વધારે ખર્ચા રહેશે. ઘરના કોઈ સભ્યોના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વ્યવસાય સાથે જોડાયેલ ગતિવિધિઓ સામાન્ય રહેશે. તમારી યોજનાઓને પૂરી રીતે ક્રિયાન્વિત કરવામાં થોડી અડચણો આવી શકે છે. આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. સહ કર્મચારીઓની ગતી વિધિઓને અવગણવી નહીં. લગ્ન ન થયેલા હોય એ સભ્યને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા બની રહેશે.

સિંહ રાશિ

સિંહ

ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે તમારી આસ્થા વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓને પણ સકારાત્મક ઉર્જા આપશે. ધર્મ, કર્મ અને પુરુષાર્થના માધ્યમથી તમે સફળતા અને ઉપલબ્ધિ મેળવી શકશો. કોઈ નજીકના મિત્ર અથવા તો ભાઈઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. બિનજરૂરી વાતોમાં સમય બરબાદ ન કરવો. વધારે પડતું કામ રહેવાને લીધે તણાવ અને ચીડિયાપણું તમારા પર હાવી રહેશે. વ્યવસાયમાં કોઈ નવી યોજના બનાવવા માટે સમય અનુચિત નથી. આ સમય વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મહેનતની અપેક્ષા એ લાભ ઓછા મળશે. પતિ-પત્નીએ ઘર તેમજ વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બનાવીને રાખવું. જેનાથી પરિવાર તેમજ આપસી સંબંધોમાં મધુરતા બની રહે.

કન્યા રાશિ

કન્યા

થોડા સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં બદલાવ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છો, તેનાથી તમને સામાજિક તથા પારિવારિક પ્રશંસા મળશે. મિત્રો સાથે સકારાત્મક વાતચીત થશે. સંબંધોમાં નજીકતા આવશે. ક્યારે ક્યારેય વધારે આત્મકેન્દ્રી બનવું અને અભિમાનની ભાવના રાખવી ખૂબ જ નુકસાનદાયી હોઈ શકે છે. તમારી આ નબળાઈને સકારાત્મક રૂપમાં ઉપયોગ કરવો. આજુ બાજુ નાની મોટી નકારાત્મક વાતો બની રહી હોય તો તેને અવગણવી. વ્યવસાયની ગતિવિધિઓમાં અત્યારે સુધારાની આશા નથી. તેમ છતાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું યોગદાન તમારા માટે થોડી ઉપલબ્ધ બનાવી શકે છે. સરકારી સેવા કરતા લોકોએ પોતાના કાર્ય સારી રીતે કરવા. પતિ-પત્નીમાં નાની-નાની વાતને લઈને તકરાર ઉત્પન્ન થઇ શકે છે. વાદ વિવાદની સ્થિતિને વધારે ન થવા દેવી.

તુલા રાશિ

તુલા

પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી પરંતુ તમારો આત્મવિશ્વાસ બની રહેશે. તમારા કામ પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેવું. કોઈ પારિવારિક ધાર્મિક કામ પૂરું થઈ શકે છે. મનમાં નકારાત્મક વિચારો ન આવવા દેવા. તેની અસર તમારી ઊંઘ પર પડી શકે છે. રિસ્ક જેવી ગતિવિધિઓથી દૂર રહેવું. આ સમય સહજ અને શાંતિથી પસાર કરવાનો છે. ગતિવિધિઓ પહેલા જેવી રહેશે. તેમ છતાં તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામ મળી શકશે. ઓફિસના કામને ધ્યાનથી પૂરા કરવા. જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધો વધારે સારા રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક

બધા કામને વ્યવહારિક રીતે પૂરા કરવાના પ્રયત્નો સફળ રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી શાંતિ મળશે. પાડોશીઓ સાથે ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી સંબંધો મધુર બની જશે. નજીકના સંબંધીઓ ના લગ્ન સંબંધોમા અલગાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થશે. તમારી મધ્યસ્થતાથી કોઈ સમાધાન નીકળી શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. વ્યાપારી ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમારી કાર્યપ્રણાલીમાં બદલાવ લાવવાથી અનુકુળ પરિણામ મળી શકે છે. તમારો વ્યવસાયિક દ્રષ્ટિકોણ ઘણી બધી બાબતોનો ઉકેલ લાવવા માટે સક્ષમ રહેશે. વાતાવરણ ખુશનુમા બની રહેશે. અચાનક જ કોઈ પ્રિયજન અને તેના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે.

ધન રાશિ

ધન

છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળશે. સામાજિક સેવા સંબંધી ગતિવિધિઓમાં તમારો ખાસ સહયોગ રહેશે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે. માત્ર તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ બની શકે છે. સંતુલિત બજેટ બનાવીને ખર્ચા કરવા. સરકારી બાબતો અત્યારે ઉકેલવામાં મુશ્કેલી આવશે, આ પ્રકારના કામને સ્થગિત રાખવા સારા રહેશે. કારોબારમાં આ સમયે વધારે મહેનત અને ધ્યાન આપવાની જરૂર છે. વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ ઉપર કોઈપણ કામ ન કરવું. સમય અનુકૂળ નથી તેમજ નુકસાન થવાની આશંકા છે. આર્થિક ચિંતા બની રહેશે. કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ પારિવારિક જીવન ઉપર પડશે. પરંતુ જીવનસાથી તેમજ બાળકો તમને પૂરો સહયોગ આપશે.

મકર રાશિ

મકર
મકર

ગ્રહનું પરિભ્રમણ તમારા પક્ષમાં છે. તમે તમારી અંદર અદભુત આત્મવિશ્વાસ અને આત્મબળનો અનુભવ કરશો. માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય આધ્યાત્મિક ગતીવિધિઓમાં પસાર કરવો જરૂરી છે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન ચિંતિત રહેશે. ધીરજ બનાવી રાખવી. ક્યારેક ક્યારેક કોઈ મુદ્દા પર વધારે વિચાર કરવા થી કોઈ મહત્ત્વની ઉપલબ્ધિ તમારા હાથમાંથી નીકળી શકે છે. વ્યવસાય ગતિવિધિઓ શાંતિપૂર્ણ રીતે પૂરી થશે. તમારી જવાબદારીને સારી રીતે પૂરી કરી શકશો. ઓફિસે સાથે જોડાયેલ કોઈપણ પ્રોજેક્ટ પૂરો કરતા પહેલા એકવાર ફરીથી નિરીક્ષણ કરી લેવું જરૂરી છે. કામકાજની સાથે સાથે પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે. થોડો સમય પરિવાર સાથે પસાર કરવાથી ખૂબ જ ખુશી અનુભવશો.

કુંભ રાશિ

કુંભ
કુંભ

તમારા ઉદ્દેશ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું, વધારે પડતી દોડાદોડી રહેશે, પરંતુ તેને લીધે મળતી સફળતા તમારા થાકને દૂર કરી દેશે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમને વધારે શીખવા મળશે. શેરબજારની ગતિવિધિઓમાં રોકાણ ન કરવું. કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું, જુના ઝગડા ફરીથી ઉભરી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસને લઈને ચિંતા રહેશે. મિલકત સાથે જોડાયેલી કોઇ સારી ડીલ થઈ શકે છે, પરંતુ વધારે ફાયદાની અપેક્ષા ન રાખવી. નોકરીમાં કોઈ મહત્વના કામ કોઈ સહયોગીની મદદથી સરળતાથી પૂરા થતા જશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમી પ્રેમિકાએ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું તથા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું.

મીન રાશિ

મીન
મીન

છેલ્લા કેટલાક સમયથી મનમાં ચાલી રહેલી કોઈ ચિંતાનું સમાધાન મળશે. આર્થિક દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. થોડો સમય તમારા મનપસંદ અને રસ વાળા કામમાં આપવો જરૂરી છે, તેનાથી તમને માનસિક અને શારીરિક ઊર્જા મળશે. ક્યારેક ક્યારેક આળસ અને સુસ્તીને લીધે તમારા કામમાં અડચણો આવી શકે છે. તમારે આ નકારાત્મકતાને દૂર કરવાના પ્રયત્નો કરવા. યુવાનોને મિત્રો સાથે વધારે ચેટિંગ અને ગપસપમાં સમય બરબાદ ન કરવો. કર્મચારીઓ સાથે યોગ્ય વ્યવહાર બનાવી રાખવો નહિંતર તેની કાર્યક્ષમતા ઓછી થઇ શકે છે. જે કામને તમે ખૂબ જ સરળ સમજી રહ્યા હતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. ઓફિસના કાગડીયા સારી રીતે સંભાળીને રાખવા. પતિ-પત્નીમા સામંજસ્યનો ભાવ બની રહેશે. પારિવારિક બાબતોમાં વધારે દખલગીરી ન કરવી.

https://youtu.be/pNn8-FN73is

શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી: મોબાઈલ ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

માસિક રાશિફળ: આ લોકોને માર્ચમાં પડકારોનો સામનો કરવો પડશે, આર્થિક નુકસાનનું જોખમ પણ છે

Ahmedabad Samay

Money Astrology: આ સંકેતો દર્શાવે છે કે મા લક્ષ્મી તમારા ઘરથી નીકળી રહ્યાં છે! હવે સાવચેત રહો

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

મા લક્ષ્મીની આવી તસવીર ઘરમાં લગાવવાથી મળશે અપાર ધન, દૂર થશે આર્થિક સમસ્યાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો