August 8, 2026
ATS
અપરાધગુજરાત

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને લોકોને દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટોને આપતા હતા.બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ATSએ ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં જાસૂસી રેકેટનો ખુલાસો કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગોવાથી એ.કે. સિંહ નામના એક વ્યક્તિની જે આર્મીમાં સુબેદાર હોવાનું જાણવા મળ્યું છે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દમણમાંથી રશ્મિની રવિન્દ્ર પાલ નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સીધા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દેશના સંવેદનશીલ વિસ્તારોની ગુપ્ત માહિતી પહોંચાડવામાં સક્રિય હતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને તે પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડવામાં પણ મદદ કરતો હતો.

ઉલ્લેખનીય છેકે ગયા મહિને એટલે કે 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ શકમંદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી હતી. ATSને અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામના એક શંકાસ્પદ શખ્સ ગુજરાતમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ATSની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી,

બાતમીની ખરાઈ કરી અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી. દિવસભરની મથામણ બાદ, રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળતાં ATSની ટીમે તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. ત્યારબાદ અન્ય બેની ધરપકડ કરવામાં આવી

Related posts

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

Ahmedabad Samay

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

સતત બે પેઢીમાં થયું વારસાગત કોલોરેક્ટલ(મોટા આંતરડા) કેન્સર – જીસીએસ હોસ્પિટલમાં વિના મુલ્યે થઇ સફળ સર્જરી

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો